ચૂંટણી પંચની મોટી કાર્યવાહી : ૪૭૪ રાજકીય પક્ષોની નોંધણી રદ
(એજન્સી) નવી દિલ્હી તા.૨૦
ચૂંટણી પંચે માન્યતા પ્રાપ્ત ન હોય તેવા રજિસ્ટર્ડ પક્ષો સામે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે આવા ૪૭૪ રાજકીય પક્ષોની નોંધણી રદ કરી છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ મુજબ, કોઈપણ રજિસ્ટર્ડ પક્ષે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો જરૂરી છે. જો તે સતત છ વર્ષ સુધી ચૂંટણીમાં ભાગ ન લે તો તેનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે છે. ચૂંટણી પંચે આ નિયમ હેઠળ આ કાર્યવાહી કરી છે. આમ, ઓગસ્ટથી ૮૦૮ પક્ષોની નોંધણી રદ કરવામાં આવી છે.


