છેલ્લા 12 વર્ષના શાસનમાં એવું પહેલીવાર બન્યું કે, કોઈ બીલ પસાર થઈ શકયું નહીં

છેલ્લા 12 વર્ષના શાસનમાં એવું પહેલીવાર બન્યું કે, કોઈ બીલ પસાર થઈ શકયું નહીં

(એજન્સી)    નવી દિલ્હી,તા.18 : 
ગઈકાલની સાંજ ભારતના સંસદીય ઇતિહાસમાં એક મોટા ઉલટફેરની સાક્ષી બની. મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા 131મા સંવિધાન સંશોધન બિલ 2026 લોકસભામાં પાસ થઈ શક્યું નહીં. છેલ્લા 12 વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે. જ્યારે મોદી સરકારનું કોઈ સંવિધાન સંશોધન બિલ સદનમાં નામંજૂર થયું હોય. બે દિવસ સુધી ચાલેલી લાંબી ચર્ચા અને પ્રધાનમંત્રી મોદીની અપીલો છતાં સરકાર જરૂરી આંકડાનો જુગાડ કરી શકી નહીં. સદનમાં વોટિગ દરમિયાન બિલના પક્ષમાં 298 વોટ પડ્યા, જ્યારે વિરોધમાં 230 સભ્યોએ બટન દબાવ્યા. આ પરિણામથી એક સવાલ ઉઠે છે કે શું મહિલા અનામત જેવા સંવેદનશીલ મુદ્દે પણ રાજનીતિક શક્તિ પ્રદર્શનનું માધ્યમ બનાવી દીધું છે 2/3 બહુમતના આંકડાને પાર ન કરી શક્યા સંવિધાન સંશોધન માટે સદનમાં હાજર અને વોટ કરનારા સાંસદોના બે-તૃત્યાંશ બહુમત (2/3) અનિવાર્ય છે. શુક્રવારે વોટિગના સમયે 528 સાંસદો હાજર હતા, જેના હિસાબથી બિલ પાસ કરાવવા માટે કમસે કમ 352 વોટની જરૂર હતી, સરકારના પક્ષમાં ખાલી 298 વોટ જ પડ્યા. જેનાથી બિલ ટેકનિકલી રીતે ફેલ થઈ ગયું. વિપક્ષનો સૌથી મોટો વિરોધ બિલને જનગણના અને પરિસીમન સાથે જોડવા પર હતો. કોંગ્રેસ અને અન્ય પાર્ટીનો આરોપ છે કે સરકાર અનામતને તરત લાગુ કરવાની જગ્યાએ તેને ભવિષ્યની અનિતિતામાં નાખી રહી છે.