બાંગ્લાદેશથી મલેશિયા જઈ રહેલી હોડી આંદામાન નજીક સમુદ્રમાં ડુબી : રપ૦ લાપતા
(એજન્સી) નવી દિલ્હી,તા.૧૫:
રોહિંગ્યા શરણાર્થીઓ અને બાંગ્લાદેશી નાગરિકોને લઈ જતી એક હોડી આંદામાન સમુદ્રમાં પલટી ગઈ. ૯ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ૨૫૦ લોકો ગુમ છે. મલેશિયા જતી બોટમાં ઘણા લોકો ગેરકાયદેસર રીતે સવાર હતા. આ અકસ્માત બાદ, સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર આયોગ (UNHCR) અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IOM)એ બાંગ્લાદેશમાં રોહિગ્યા શરણાર્થીઓને મદદ કરવા માટે ભંડોળ વધારવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને વિનંતી કરી.
સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર આયોગ (UNHCR) એ જણાવ્યું હતું કે, દક્ષિણ બાંગ્લાદેશના ટેકનાફથી મલેશિયા જઈ રહેલી બોટ ભારે પવન અને ભીડને કારણે ડૂબી ગઈ હોવાનું કહેવાય છે. બાંગ્લાદેશી કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે બાંગ્લાદેશનો ધ્વજ ધરાવતી હોડી, મેઘના પ્રાઇડ, ચિત્તાગોંગથી ઇન્ડોનેશિયા જઈ રહ્યો હતો.


