“મદ્રેસાઓને બંધ કરો, તેમાં આતંકવાદીઓ જન્મે છે” : નિતીશ રાણે

“મદ્રેસાઓને બંધ કરો, તેમાં આતંકવાદીઓ જન્મે છે” : નિતીશ રાણે

(એજન્સી)           મુંબઈ, તા.૨૬
મહારાષ્ટ્રના બંદર વિકાસ મંત્રી તેમજ ભાજપના નેતા નીતેશ રાણેએ બુધવારે મદ્રેસાઓને ‘આતંકવાદીઓના પ્રજનન ક્ષેત્ર‘ ગણાવીને મહારાષ્ટ્રમાં તમામ મદ્રેસાઓ બંધ કરવાની માંગ કરી છે. તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને આ અંગે વિનંતી કરવાની જાહેરાત કરી છે, જેનાથી રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વિધાન ભવન પરિસરમાં પત્રકારો સાથે વાત કરતાં નીતેશ રાણેએ એક વાયરલ વીડિયોનો ઉલ્લેખ કર્યો, જેમાં કથિત રીતે એક મૌલવી બાળકને માર મારતો જોવા મળે છે. આ વીડિયો સાવંતવાડી (રાણેના મૂળ જિલ્લા)નો હોવાનું તેમણે જણાવ્યું હતું. નીતેશ રાણાએ કહ્યું, ‘આપણે બાળકોને મારતા મૌલવીનો વીડિયો જોયો છે. આ મારા ગૃહ જિલ્લાનો છે અને હું જિલ્લાના પાલક મંત્રી પણ છું. ટૂંક સમયમાં જ જાણી શકાશે કે તેની સામે કઈ સખ્ત કાર્યવાહી થશે.‘ નીતેશ રાણેએ વધુમાં કહ્યું, ‘મદ્રેસાઓની જરૂર જ કેમ છે? આ મુખ્ય પ્રશ્ન છે. આ મદરસાઓ આતંકવાદના ગઢ છે. અહીં જ આતંકવાદી તૈયાર થાય છે.‘