રિઝર્વ બેંકે વ્યાજદરમાં ૦.રપ ટકાનો ઘટાડો કર્યો : હોમ, કાર લોન સસ્તી થશે
રેપોરેટ ઘટીને પ.રપ ટકા થયો : ગત ફેબ્રુઆરી માસથી રેપોરેટમાં ૧ ટકાનો ઘટાડો કરાયો
(એજન્સી) નવી દિલ્હી, તા.૫:
રિઝર્વ બેંકે ફરી એકવાર દેશભરના લાખો લોકો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. RBI એ રેપો રેટમાં ૦.૨૫% ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ર્નિણયથી હોમ લોન અને કાર લોન સહિત તમામ લોન પર EMI વધુ ઘટશે. આનાથી પૈસા બચશે, બજારમાં ખરીદ શક્તિ વધશે. આનાથી ભારતીય અર્થતંત્રને વેગ મળશે. જોકે, આગામી દિવસોમાં બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે. જ્યારે બેંક લોન સસ્તી થશે, ત્યારે તેઓ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં પણ ઘટાડો કરશે. RBI MPC ની બેઠક બુધવારથી શરૂ થઈ હતી. આજે, RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠક દરમિયાન લેવામાં આવેલા ર્નિણયોની જાહેરાત કરી. રેપો રેટ હવે ઘટીને ૫.૨૫ ટકા થઈ ગયો છે. RBI એ પહેલાથી જ દરમાં ૧% ઘટાડો કર્યો છે. ફુગાવામાં ઘટાડો થયા બાદ, RBI એ ફેબ્રુઆરીથી ત્રણ હપ્તામાં રેપો રેટમાં કુલ ૧% ઘટાડો કર્યો છે. જોકે, પાછલા બે હપ્તામાં રેપો રેટ ૫.૫% પર સ્થિર રાખવામાં આવ્યો હતો. ઓક્ટોબરમાં, ફુગાવો એક દાયકાના સૌથી નીચા સ્તરે ૦.૨૫% પર પહોંચી ગયો, અને જથ્થાબંધ ભાવમાં ૧.૨૧% ઘટાડો થયો. આગામી દિવસોમાં લોન સસ્તી થશે. હાલના EMI પણ ઘટશે. RBI એ રેપો રેટ ૦.૨૫% ઘટાડીને ૫.૨૫% કર્યો છે.


