વડાપ્રધાન મોદીએ સુરતના બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી
ડેડીયાપાડા ખાતે ભગવાન બીરસા મુંડાની ૧પ૦મી જન્મ જયંતિની ઉજવણીમાં રહેલા વડાપ્રધાને વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું
(બ્યુરો) અમદાવાદ તા. ૧પ:
નર્મદા જિલ્લો આજે એક ઐતિહાસિક દિવસનો સાક્ષી બની રહ્યો છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિને નિમિત્તે ખાસ કાર્યક્રમોમાં ભાગ લેવા સાથે સાથે મોટા પાયે વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવા જિલ્લામાં આવ્યા છે. નરેન્દ્રભાઇના આ પ્રવાસ ધામિર્ક, સાંસ્કૃતિક, રાજકીય અને વિકાસલક્ષી તમામ પરિપ્રેક્ષ્યને સ્પર્શતો હોવાથી સમગ્ર જિલ્લાવાસીઓમાં ભારે ઉત્સાહ છે.
વડાપ્રધાન સવારે ૭.૪૫ વાગ્યે દિલ્હીથી રવાના થઈ ૯.૨૦ વાગ્યે સુરત એરપોર્ટ પહોંચ્યા. ત્યાંથી હેલિપેડ પહોંચીને ૧૦ વાગ્યાથી ૧૧.૧૫ વાગ્યા સુધી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સુરત સ્ટેશનની મુલાકાત લઈને તેની પ્રગતિની સમીક્ષા કરી હતી. બાદમાં ૧૧.૩૦ વાગ્યે સુરત હેલિપેડથી દેવમોગરા માટે રવાના થઈ ૧૨.૧૫ વાગ્યે ત્યાં પહોંચ્યા હતા. દેવમોગરા માતાજીના મંદિરમાં વડાપ્રધાન દ્વારા ૧૨.૪૦ થી ૧ વાગ્યા સુધી પૂજા-અર્ચના કરી હતી.
ત્યાર પછી ૧.૧૫ વાગ્યે હેલિકોપ્ટર મારફતે ડેડીયાપાડા માટે પ્રસ્થાન કર્યું હતું ડેડીયાપાડામાં પારસી ટેકરા હેલિપેડથી બિરસા મુંડા ચોક સુધી વિશાળ રોડ શો યોજાયો હતો. જેમાં હજારો લોકો ભાગ લીધો


