વેરાવળ ખાતે રાષ્ટ્રીય વહાણવટા દિવસ ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.૬
સોમનાથ-વેરાવળ ખાતે રાષ્ટ્રીય વહાણવટા દિવસની આન-બાન અને શાનથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વેરાવળ બંદર ખાતે ગુજરાત મેરી ટાઈમ બોર્ડના વેરાવળના પોર્ટ-ઓફિસર હિરેન સોંદરવાના અધ્યક્ષ સ્થાને મેરીટાઇમ બોર્ડ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આ વર્ષના મે માસમાં વય મર્યાદા સેવા નિવૃત્ત થતા પટાવાળા સતાર ગુલામ હુસેન બેલીમના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પોર્ટ-ઓફિસર હિરેન સોંદરવા સ્ટાફ તથા બંદર સુરક્ષા જવાનો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજને સલામી આપી હતી. કાર્યક્રમને અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સમાપ્ત થયો હતો.
આજના પ્રસંગે દાંડીયા-રાસ સહિત વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. પોર્ટ-ઓફિસર હિરેન સોંદરવાએ મેરીટાઈમ દિવસનું મહત્ત્વ જણાવીને તે સંબંધિત પ્રાસંગિક સંબોધન કર્યું હતું.


