સમગ્ર વિશ્વ ભારતની તાકાત પર ચાલે છે
કુશળ કામદારોથી લઈ ટેક કંપનીઓ સુધી ભારતીયોની વિશ્વવ્યાપી ડીમાન્ડ
(એજન્સી) નવી દિલ્હી તા.૬:
ભારતીય કામદારો હવે વૈશ્વિક વેતન પ્રણાલીના કેન્દ્રમાં છે. ર્ંઈઝ્રડ્ઢના સ્થળાંતર આઉટલુક ૨૦૨૫ રિપોર્ટ અનુસાર, ભારત હવે એવા દેશોમાં મોખરે છે જ્યાંથી વિકસિત અર્થતંત્રો કુશળ કામદારો શોધી રહ્યા છે. હોસ્પિટલો અને કેર હોમ્સથી લઈને ટેકનોલોજી કંપનીઓ સુધી, ભારતીય વ્યાવસાયિકો અને કામદારો વિશ્વભરના ઘણા દેશોમાં કાર્યબળની અછતને પૂર્ણ કરી રહ્યા છે. ફક્ત ૨૦૨૩ માં, ૬૦૦,૦૦૦ ભારતીયો ર્ંઈઝ્રડ્ઢ દેશોમાં સ્થળાંતરિત થયા, જે ૨૦૨૨ ની તુલનામાં ૮% નો વધારો છે. ભારત હવે નવા સ્થળાંતર કરનારાઓનો નંબર વનસ્ત્રોત બની ગયું છે. વૈશ્વિક સ્થળાંતર હવે ઓછા વેતનવાળા કામદારો સુધી મર્યાદિત નથી; કુશળ અને અર્ધ-કુશળ વ્યાવસાયિકો પણ ભારતમાંથી નિકાસ થઈ રહ્યા છે.
ઘણા દેશોએ વિઝા નિયમો કડક કર્યા છે. ઉદાહરણ તરીકે, પોલેન્ડમાં, કરાર સબમિટ કરવો ફરજિયાત છે. લાતવિયાએ લઘુત્તમ વેતન સ્થાપિત કર્યું છે, અને ફિનલેન્ડે કામદારોના શોષણને રોકવા માટે ચકાસણી પ્રણાલી લાગુ કરી છે. આમ છતાં, ભારતીય કામદારોની માંગમાં ઘટાડો થયો નથી; તેના બદલે, ભરતી વધુ પારદર્શક અને કૌશલ્ય આધારિત બની છે. અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે આંતરરાષ્ટ્રીય રોજગાર બજારમાં ભારતીય મહિલાઓની ભાગીદારી વધી રહી છે, ખાસ કરીને શિક્ષણ અને સંભાળ ક્ષેત્રોમાં. વધુમાં, વિદેશમાં અભ્યાસ કરતા ઘણા ભારતીય વિદ્યાર્થીઓ હવે ત્યાં કામ કરી રહ્યા છે, જેના કારણે આરોગ્યસંભાળ, આઇટી અને સંશોધન ક્ષેત્રોમાં ભારતીય હાજરી વધુ વધી રહી છે.


