સલાયામાં વહાણોની ઈમીગ્રેશન પ્રક્રિયા બે મહિનાથી બંધ તત્કાળ શરૂ કરવા વહાણવટીઓની માંગ

સલાયામાં વહાણોની ઈમીગ્રેશન પ્રક્રિયા બે મહિનાથી બંધ તત્કાળ શરૂ કરવા વહાણવટીઓની માંગ

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા, તા.૧૦
સલાયાના વહાણોની ઈમિગ્રેશન પ્રક્રિયા છેલ્લા બે માસથી બંધ હોય અનેક પરિવારો આર્થિક સંક્ટમાં છે. સરકારમાં અનેક રજૂઆતો છતાં પ્રક્રિયા શરૂ ન થયાની ફરીયાદ સાથે ઈમિગ્રેશન પ્રોસીજર તત્કાળ શરૂ કરવા માંગ ઉઠી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના છેવાડાના પરંતુ મહત્વપૂર્ણ બંદર એવા સલાયાના લોકોનો મુખ્ય આર્થિક સ્ત્રોત માચ્છીમારી અને વહાણવટાનો વ્યવસાય હોય અહીંની ૪૫ હજાર જેટલી વસ્તીમાં અનેક પરિવારો વહાણવટા વ્યવસાય સાથે જાેઠાયેલ છે. વરસાદી સીઝનમાં સલાયાના વહાણો ગલ્ફના દેશોમાંથી પરત સલાયા બંદરે લાંગરવામાં આવે છે જ્યાં ઓફ સીઝનમાં બે માસ સુધી દરિયામાં જવાની પરવાનગી ન હોય ત્યારે વહાણોમાં સમારકામ અને રીપેરીંગ કામ કરવામાં આવે છે. ત્યારબાદ સલાયાથી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી દરેક ટંડેલ, ખલાસી વગેરેની ઈમીગ્રેશન પ્રક્રિયા કરી પોરબંદર, મુન્દ્રા જેવા મોટા બંદરોએથી માલ ભરી ખાડી દેશોમાં વિદેશમાં માલ ભરીને જતા હોય આ માલવાહક જહાજાેનું દેશના અર્થતંત્રમાં પણ મહત્વનું યોગદાન હોય છે. પરંતુ છેલ્લા બે માસ દરમ્યાન સલાયામાંથી ઈમિગ્રેશન પ્રક્રિયા બંધ કરી દેવાઈ હોય વહાણવટું કરવું શકય ન હોય સલાયાના વહાણવટા વ્યવસાયીઓ માટે કપરો સમય બન્યો હોય વહાણવટી જુદી જુદી સંસ્થાઓ દ્વારા વખતોવખત અનેક રજૂઆતો બાદ હજુ સુધી ઈમિગ્રેશન પ્રક્રિયા શરૂ નથી. આ અંગે વહાણવટી રાંરથાઓ દ્વારા ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆત કરવા ગયેલ હોય આમ છતાં હજુ સુધી આશ્વાસન સિવાય કોઈ કામગીરી ન થતાં ઈમિગ્રેશન પ્રક્રિયા શરૂ કરાઈ નથી. હાલમાં સલાયામાં ૪૦ થી ૫૦ જેટલા માલવાહક જહાજાે પૂર્ણ તૈયારી સાથે લાંગરેલ છે જેમાં મોટી માત્રામાં રાશન તેમજ અન્ય જીવનજરૂરી વસ્તુઓ તૈયાર છે પરંતુ ઈમિગ્રેશનના અભાવે માલ સાથે બંદરે લાંગરેલ સ્થિતિમાં છે. એક જહાજમાં ટંડેલ સાથે ૨૦-૨પ જેટલા માણસો હોય અંદાજે ૧૦૦૦ થી વધુ પરિવારો આર્થિક સંક્ટની સ્થિતિમાં છે. સમયસર વહાણો ન નિકળી શકતા અનેક વેપારીઓ તથા વહાણના માલિકો પણ ભારે આર્થિક સંકટનો સામનો કરી રહયા છે તો બીજી તરફ દેશને પણ મોટું આર્થિક નુકસાન થઈ રહયુ હોય આ અંગે યોગ્ય ર્નિણય લેવાય અને ઈમિગ્રેશન પ્રક્રિયા તત્કાળ ચાલુ કરાય તેવી માંગ ઉઠવા પામી છે.