સાળંગપુરધામ ખાતે ત્રિ-દિનાત્મક ‘શ્રી હનુમાન ચરિત્ર કથા’નો પ્રારંભ
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર, તા.ર૦
શ્રીકષ્ટભંજન દેવના પવિત્ર ધામ સાળંગપુર ખાતે ગઈકાલ તા.૧૯-૦૩-૨૦૨૬ થી ૨૧-૦૩-૨૦૨૬ દરમ્યાન જોબનપુત્રા પરિવાર દ્વારાઆજથી ભક્તિમય માહોલમાં ત્રિ-દિનાત્મક ‘શ્રી હનુમાન ચરિત્ર કથા’નું શોભાયાત્રા અને દીપપ્રાગટ્ય કરી આરંભ કરવામાં આવ્યો હતો. કથાનો સમય સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ કલાક અને સાંજે ૦૩:૩૦ થી ૦૬:૩૦ કલાક છે.
કથાના વક્તા શાસ્ત્રી શ્રી દર્શનપ્રિયદાસજી પોતાની અમૃતવાણીમાં હનુમાનજીના જીવનના આદર્શો, તેમની અપ્રતિમ ભક્તિ અને સેવાનો મહિમા સમજાવી રહ્યા છે. ભક્તોને હનુમંત ચરિત્રનું રસપાન કરાવતા શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે હનુમાનજીનું જીવન એ દરેક પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત છે. જોબનપુત્રા પરિવાર અને સાળંગપુર ધામના ભક્તો શ્રદ્ધાપૂર્વક કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. સમગ્ર વાતાવરણ ‘જય કષ્ટભંજન’ ના નાદ સાથે ગુંજી ઉઠયું છે.


