અમેરીકાના ગુપ્તચર વિભાગના વડા તુલસી ગેબાર્ડે રાજીનામું આપ્યું

અમેરીકાના ગુપ્તચર વિભાગના વડા તુલસી ગેબાર્ડે રાજીનામું આપ્યું

વોશિંગ્ટન તા.23
અમેરિકી રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક તુલસી ગબાર્ડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અગાઉ ટ્રમ્પ અને તુલસી ગેબાર્ડ વચ્ચે અણબનાવ હોવાના અહેવાલો આવ્યા હતા. પરંતુ હાલમાં સત્તાવાર રીતે એવું કારણ આપવામાં આવ્યું છે કે, તેમણે આ ર્નિણય પોતાના પતિની ગંભીર બીમારીના કારણે લીધો છે. જણાવવામાં આવ્યું છે કે તેમના પતિ એક અત્યંત દુર્લભ હાડકાના કેન્સરથી પીડાઈ રહ્યા છે અને ગબાર્ડ આ મુશ્કેલ સમયમાં તેમની સાથે રહેવા માંગે છે. રિપોર્ટ અનુસાર, ગબાર્ડે શુક્રવારે ઓવલ ઓફિસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત દરમિયાન તેમને પોતાના રાજીનામાની જાણકારી આપી. ઓફિસ ઓફ ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ (ODNI)માં તેમનો છેલ્લો દિવસ 30 જૂન હોવાની અપેક્ષા છે.