અરાવલી પર્વતમાળા ખનન મામલે સુપ્રિમ કોર્ટનો સ્ટે

અરાવલી પર્વતમાળા ખનન મામલે સુપ્રિમ કોર્ટનો સ્ટે

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯:
ગુજરાત, રાજસ્થાન, હરીયાણા અને દિલ્હી એમ ચાર રાજયો સુધી ફેલાયેલ અરાવલી પર્વતમાળામાં ખનન મામલે આજે સર્વોચ્ચ અદાલતે એક અત્યંત મહત્વનો આદેશ જારી કરતા અરાવલી પર્વતમાળામાં ખનન પર સ્ટે આપી દીધો છે. પોતાના ર૦ નવેમ્બરના અગાઉના આદેશ પર રોક લગાવતા નામદાર સર્વોચ્ચ અદાલતે સ્ટેનો આદેશ જારી કરતા કેન્દ્ર સરકારને એવો વેધક સવાલ પુછયો હતો કે, સરકાર એ જણાવે કે, અરાવલી પર્વતમાળામાં ખનન રોકાશે કે ચાલુ રહેશે ? તે અંગે સ્પષ્ટતા કરવામાં આવે. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજયો તેમજ તમામ પક્ષકારોને નોટિસ જારી કરી ર૧ જાન્યુઆરીએ વધુ સુનાવણી મુકરર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અરાવલી પર્વતમાળામાં ખનન ચાલુ રાખવામાં આવે તો ગંભીર પર્યાવરણીય સમસ્યાઓ સર્જાવાની શંકા સેવાઈ રહી હતી અને એક તબક્કે એવી ચર્ચાઓ થઈ રહી હતી કે, જાે અરાવલી પર્વતમાળા સાફ થઈ જશે તો વાતાવરણ અત્યંત વિષમ બની જશે. રાજસ્થાનનો રણ વિસ્તાર આગળ વધશે, ઠંડી અને ગરમીની તિવ્રતા ખુબ જ વધી જશે અને જનજીવન ખુબ જ પ્રભાવીત થશે. અરાવલી પર્વતમાળામાં ખનન કાર્ય વિનાશકારી સાબીત થશે જેમાં સૌથી વધુ અસર રાજસ્થાન રાજયને થવાની ભીતી હતી અને લોકોમાં 
ભારે આક્રોશ વ્યક્ત થઈ રહ્યો હતો. તેમજ ઉગ્ર આંદોલનના ભણકારા વાગી રહ્યા હતા. તે સંજાેગોમાં સર્વોચ્ચ અદાલતે અરાવલી પર્વતમાળામાં ખનન પર સ્ટે આપીને ચાર સપ્તાહમાં સંબંધિતો પાસે જવાબ માંગ્યો છે.