આજથી દિલ્હીમાં બ્રિક્સ સંમેલન : સમગ્ર વિશ્વની મીટ
નવી દિલ્હી તા.૧ર
BRICS સમિટ શનિવારથી નવી દિલ્હીમાં શરૂ થવા જઈ રહી છે. ભારતમાં યોજાનાર BRICS સમિટમાં ૧૦ વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એકસાથે જોવા મળશે. આ ત્રણેય નેતાઓ આ પહેલા ૨૦૧૬માં ગોવામાં યોજાયેલા BRICS સમિટમાં એકસાથે સામેલ થયા હતા.
સમિટમાં BRICSના ૧૧ સભ્ય દેશો ઉપરાંત ૧૦ ભાગીદાર દેશોના નેતાઓ પણ સામેલ થશે. BRICSની તાકાતને માત્ર સભ્ય દેશોની સંખ્યાથી જ નહીં, પરંતુ તેમની વસ્તી અને અર્થતંત્રથી પણ સમજી શકાય છે.
૧૧ સભ્ય દેશોમાં દુનિયાની લગભગ ૪૯.૫% વસ્તી રહે છે. એટલે કે દુનિયાના લગભગ દર બેમાંથી એક વ્યક્તિ BRICS દેશોમાં રહે છે.
અર્થતંત્રની વાત કરીએ તો PPP એટલે કે ખરીદ શક્તિના આધારે BRICS દેશોનું કુલ અર્થતંત્ર દુનિયાનું લગભગ ૩૯% છે. આ અમેરિકાના અર્થતંત્રની સરખામણીમાં લગભગ ૩ ગણું છે.


