ઉત્તર ભારતમાં શિયાળાનું આગમન, મનાલીમાં બરફવર્ષા, રાજસ્થાનમાં કરા પડયા

ઉત્તર ભારતમાં શિયાળાનું આગમન, મનાલીમાં બરફવર્ષા, રાજસ્થાનમાં કરા પડયા
AI Image

(એજન્સી)    નવી દિલ્હી, તા.૨૯
હિમાચલ પ્રદેશના મનાલીના ઊંચા પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ. તાપમાનમાં પણ તીવ્ર ઘટાડો થયો. વરસાદ અને હિમવર્ષા બાદ, ચંબામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૧૦.૭ ડિગ્રી સેલ્સિયસ નીચે ગયું. રાજ્યના અન્ય ભાગોમાં પણ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો.
રાજસ્થાનમાં, સોમવારે જયપુર, બિકાનેર અને ચુરુમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વરસાદ અને કરા પડ્યા. હવામાનમાં અચાનક ફેરફારથી રાત્રે ઠંડીમાં વધારો થયો. શેખાવતીમાં લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે હવામાન સ્વચ્છ રહેશે અને આગામી ૨-૩ દિવસમાં તાપમાન ૩-૪ ડિગ્રી વધી શકે છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશીના ઊંચાઈવાળા વિસ્તારોમાં ફસાયેલા પર્વતારોહકો, ટ્રેકર્સ અને સહાયક સ્ટાફને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. ૨૮ સપ્ટેમ્બર સુધીમાં, ૧૩૬ માંથી ૮૫ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ૫૧ બાકી રહ્યા હતા.