ઉનામાં ત્રણ દિવસ પહેલા બે યુવાનો ઉપર થયેલા હુમલામાં 13 આરોપીઓને પોલીસે હથિયારો સાથે પકડી પાડી સફળતા મેળવી

ઉનામાં ત્રણ દિવસ પહેલા બે યુવાનો ઉપર થયેલા હુમલામાં 13 આરોપીઓને પોલીસે હથિયારો સાથે પકડી પાડી સફળતા મેળવી

ઉના તા. 2
ઉના શહેરમાં ગત તા 29/5/26ના રોજ મોદેસ્વર મહાદેવના મંદિર પાસે આવેલ સ્મશાન નજીક બાંકડા ઉપર બેઠેલ રવિભાઈ દેવચંદ ભાઈ બાંભણિયા અને મિત્ર કેવલ ચંદુભાઈ વાજા રે. ઉના રામનગર ખાર વિસ્તાર ઉપર અગાઉના ઝગડા નું અને રવિના ભાભી સાથે આરોપી અક્ષય ભીમભાઇ બાંભણિયા રે. ઉના ને આડા અન્નેતિક સબંધ હોય તે બાબતે રવિ સાથે ઝગડો થયેલ તે વેર રાખી અક્ષય સહિત નવ થી વધુ લોકો મોટર સાયકલ ઉપર હથિયારો લઈ જીવલેણ હુમલો કરેલ હતો અને કેવલ ચંદુભાઈ વાજા અને રવિ દેવચંદ ભાઈ બાંભણિયા ને ગંભીર ઈજાઓ થતા રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા જ્યાં કેવલ ચંદુભાઈ વાજા એ ફરિયાદ નોંધાવી હતી. જુનાગઢ રેન્જના ડી.આઇ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જીલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની સૂચનાથી જિલ્લાની એસ.ઓ.જી., એલ.સી.બી. ઉનાના પોલીસ ના અધિકારીઓ એ જુદી જુદી ટીમ બનાવી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ તેમજ સી.સી.ટીવીના ફૂટેજ ચેક કરી બાતમી મળી હતી કે હુમલાખોર આરોપીઓ જસદણ તરફ નાસી ગયા હતા અને ત્યાંથી બસ મારફત સવાર કુંડલા થઈ સુરત જવા નીકળી ગયા હતા જિલ્લા પોલીસના આર. એચ. સુવા, એલ.સી.બી.ના પી.આઇ.એસ. વી. રાજપૂત., પી.એસ.આઇ એ. સી. સિંધવ. એચ. એલ. જેબલિયા ઉનાના ઈનચાર્જ પીઆઈ. ડી.બી. ગઢવી., પી.એસ.આઇ. સરવૈયા, બોરીચા, જાદવ અને સ્ટાફએ આરોપીઓને ભાવનગર જિલ્લા ના વલભીપુર પાસે લોકેશન મેળવી દબોચી લીધા હતા અને કુલ 13 જીવલેણ હુમલાના આરોપી રાજા નારણભાઈ વાજા, અક્ષય ભીમભાઇ બાંભણિયા, રોહન વજુભાઈ રાઠોડ, સુજલ જીતુભાઈ બાંભણિયા, અમિત વેલજીભાઈ બાંભણિયા, મયંક મુકેશભાઈ સોલંકી, હિમાલય ઉર્ફે રૂદ્ર સંજય ભાઈ મજીઠીયા, રાકેશ ઉર્ફે રાકો મશરીભાઈ પરમાર, નયન ઉર્ફે નિલેશ શાંતિભાઈ મોડશીયા, આઠે આરોપી રે. ઉના અને ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામનો વનરાજ અનુભાઈ ગુજરિયા, જીગ્નેશ ઉર્ફે જીગો વીરજી ભાઈ બાંભણિયા રે. મોટા ડેસર તા. ઊના, બે આરોપી દિલીપ બાલુભાઈ ચુડાસમા, ભાવેશ જાદવભાઈ ચુડાસમા રે. મઠ ગામ તા. કોડીનાર ને પકડી આગવી પૂછપરછ કરી તેમણે હુમલા માં વપરાયેલ છરી, લોખંડના પાઇપો,, સોપારી કાપવાનો લોખંડ નો સુડો કબ્જે કરી પોલીસ સ્ટેશન લાવી ધરપકડ કરી હતી. ગણતરીના દિવસોમાં જીવલેણ હુમલાના 14 આરોપીઓ ને પકડી સફળતા મેળવી હતી.