ખેતીબેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાનું પ્રતિષ્ઠિત સન્માન કરાયું

ખેતીબેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાનું પ્રતિષ્ઠિત સન્માન કરાયું

અમદાવાદ તા.૨૬
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિ. (ખેતી બેંક)ના ચેરમેન ડોલર કોટેચાને ખેડૂત હિત, સહકારી ક્ષેત્ર અને ગ્રામ્ય વિકાસ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન બદલ “રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી” કેટેગરી હેઠળ પ્રતિષ્ઠિત સન્માનથી નવાજવામાં આવ્યા છે. ગુજરાત ફર્સ્ટ ન્યુઝ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપનાર વ્યક્તિઓને બિરદાવવા માટે વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ડોલર કોટેચાને Certificate of Appreciation તથા સન્માનનું સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું. આ સન્માન ડોલર કોટેચાના વ્યક્તિગત યોગદાન સાથે ખેડૂત સેવા, સહકાર અને ગ્રામ્ય વિકાસ માટે કાર્યરત સમગ્ર ખેતી બેંક પરિવાર માટે પણ ગૌરવની ક્ષણ છે. તેમના નેતૃત્વ અને સેવા પ્રત્યેની પ્રતિબધ્ધતાને મળેલી આ માન્યતા સહકારી ક્ષેત્ર માટે નવી પ્રેરણાનું કાર્ય કરશે. આ તકે ખેતી બેંકનાં ચેરમેન ડોલરભાઈ કોટેચાએ  “આ સન્માન મારા માટે ગૌરવની સાથે જવાબદારીનું પણ પ્રતીક છે. ખેડૂત અને સહકારી પરિવારની સેવા વધુ સમર્પણથી કરવી એ જ આ સન્માનનો સાચો અર્થ છે.” તેમ જણાવ્યું હતું.