સનાતન ધર્મ સેવા સંસ્થાનાં સેવા ટ્રસ્ટ મહીલા સંગઠન સમીતીની બેઠક મળી
જૂનાગઢ જીલ્લા પ્રમુખ કૈલાસબેન વેગડાનું સન્માન કરાયું
જૂનાગઢ તા. ર૬
સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરૂ દ્વારકાપીઠનાં જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજરનાં આશીર્વાદ અને મુક્તાનંદજી બાપુનાં માર્ગદર્શન હેઠળ તેમજ ઉષાબેન કપુરનાં પ્રમુખ પદે સનાતન ધર્મ સંસ્થાના સેવા ટ્રસ્ટ મહિલા સંગઠન સમિતિનું ર્વાષિક અહેવાલ મિટિંગ તા.૨૩-૮-૨૬નાં રોજ પેથાપુર ગાંધીનગર મુકામે આયોજન કરવામાં આવ્યું હતું. અને તેમાં નિયુક્ત હોદેદારો હાજર રહી તેમણે વર્ષ દરમ્યાન કરેલ કામગીરી દર્શાવી હતી. અને પુજ્ય શ્રી મુક્તાનંદ બાપુ દ્વારા જૂનાગઢ જીલ્લાના પ્રમુખ કૈલાસબહેન વેગડાને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં જૂનાગઢ શહેર ગ્રામ્ય પ્રમુખ મધુબેન જોશી, વંથલી પ્રમુખ પ્રજ્ઞાબેન, વિસાવદર પ્રમુખ રમીલાબેન મહેતા તથા નમ્રતાબેન જેઠવા અને મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા.


