કડીયાવાડના યુવાનનું દોઢ દિવસ બેભાન રહયા બાદ સારવાર દરમ્યાન મૃત્યું
નશાનાં કારણે યુવાનનું મૃત્યું થયાનો મૃતકનાં ભાઈનો આક્ષેપ : તપાસની માંગણી
જૂનાગઢ તા. ર૬
જૂનાગઢ શહેરનાં કડીયાવાડ વિસ્તારમાં રહેતા એક યુવાન છેલ્લા દોઢ દિવસ થયા બેભાન હતો અને તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. મૃતક યુવાનનાં ભાઈએ નશાનાં કારણે યુવાનનું મૃત્યું થયાનો આક્ષેપ કરી તપાસની માંગણી કરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર ભાવનગરનાં લઠ્ઠાકાંડની ઘટના હજુ થોડા દિવસ પહેલા જ બની છે ત્યારે જૂનાગઢનાં કડીયાવાડ વિસ્તારમાં રહેતા ર૩ વર્ષનાં આદિત્યનું મૃત્યું થયુ છે. આ મૃત્યુનાં બનાવ અંગે મૃતકનાં ભાઈનું કહેવું છે કે નશાનાં કારણે તેના ભાઈનું મૃત્યું થયુ છે. મૃતક યુવાન છેલ્લા પાંચ વર્ષથી ગાંજાે, શીરપ સહીતનાં નશીલા પદાર્થોનું સેવન કરવાની ટેવ ધરાવતો હતો. આ સમગ્ર મુદે પોલીસે આકસ્મીક મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. બીજી તરફ મૃતકનાં ભાઈ સાગર પરમારે જણાવ્યું હતું કે છેલ્લા દોઢ દિવસથી સતત નશાની હાલતમાં આદિત્ય બેભાન જેવો હતો. અને અચાનક તેની તબીયત વધુ લથડી હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી જેથી તેને તાત્કાલીક સીવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન તેનું મૃત્યું થયુ હતું. મૃતકનાં સંબંધી અરવિંદભાઈ બાંભણીયાએ જણાવ્યું હતું કે તેઓ નોકરી પર હતાં ત્યારે ઘરેથી ફોન
આવ્યો હતો કે આદિત્યને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તેઓ હોસ્પીટલે પહોંચ્યા તો જાણવા મળ્યું કે નશાનાં કારણે તેની તબીયત લથડતાં સીવીલમાં રાખવામાં આવ્યો હતો. જયાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવનાં અનુસંધાને તેઓએ જણાવ્યું હતું કે બજારમાં ખુલેઆમ ગાંજાે અને અન્ય નશાકારક પદાર્થો વેચવામાં આવી રહયા છે. અને તેની સામે કડક કાર્યવાહી કરી અને સજજડ બંધ થવા જાેઈએ. તેમજ યુવાનોને કોઈ નશો ન કરવા અપીલ કરી છે. તેમજ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે.
પોલીસનાં નિવેદન અનુસાર મૃતક યુવાન વારંવાર ચીલમ, ગાંજાે અને શીરપનો નશો કરતો હોવાની વિગતો સામે આવી છે. મૃતક યુવાન આદિત્યનું સીવીલ હોસ્પીટલમાં પીએમ કરવામાં આવ્યું છે. અને તબીબો દ્વારા રીપોર્ટ ફોરેન્સીક માટે મોકલવામાં આવ્યો છે. જેથી સ્પષ્ટ થઈ શકે યુવકે કયા પદાર્થનો નશો કર્યો હતો. આ સ્પષ્ટ થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળે છે.


