મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે આવતીકાલે જંતર-મંતર ખાતે CJPનું પ્રદર્શન : દિલ્હી લશ્કરી છાવણીમાં ફેરવાયું

કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનને મંજુરી આપવાનો દિલ્હી પોલીસે ઈન્કાર કરી દીધો : અભિજીત દિપકેએ કહ્યું “સત્તા તમારી પાસે હોય શકે છે પરંતુ રસ્તાઓ અમારા છે, અહીંથી અમે લોકતંત્ર પાછુ મેળવીશું” : આવતીકાલે નવી દિલ્હી આવતી-જતી તમામ એક્સપ્રેસ ટ્રેનો રદ્દ : પ૭ મેટ્રો સ્ટેશન બંધ કરાયા : ૧૦ ડિટેન્શન સેન્ટર બનાવવા ર્નિણય

મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે આવતીકાલે જંતર-મંતર ખાતે CJPનું પ્રદર્શન : દિલ્હી લશ્કરી છાવણીમાં ફેરવાયું

નવી દિલ્હી તા.૦૯
દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે આવતીકાલે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) દ્વારા નવી દિલ્હીના જંતર-મંતર મેદાન ખાતે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી છે. જાેકે, દિલ્હી પોલીસે વિરોધ પ્રદર્શનની મંજુરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. અને જંતર-મંતર ખાતે રાજધાની નવી દિલ્હીમાં પ્રવેશવાના તમામ માર્ગો પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે. દિલ્હી પોલીસે કહ્યું છે કે, મંજુરી મેળવવાની નિર્ધારીક પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. જેથી આવતીકાલે જંતર-મંતર ખાતે પ્રદર્શનની મંજુરી નથી.
સીજેપીના જાહેરાતના પગલે દિલ્હી પોલીસ હાઈએલર્ટ પર આવી ગઈ છે. દિલ્હીની તમામ બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવી દેવામાં આવી છે. અને  દિલ્હી પોલીસે કહ્યું કે જંતર-મંતર પર ધરણા-પ્રદર્શનની મંજુરી આપવામાં આવી નથી. ત્યાં BNSSની કલમ ૧૬૩ લાગુ છે, એટલે કે ૫ લોકો ભેગા થઈ શકશે નહીં. જાે તેનું પાલન નહીં થાય તો કાર્યવાહી કરવામાં આવશે.
અભિજીત દીપકેએ બેંગલુરુમાં પ્રદર્શન પહેલાં સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સરકાર પર નિશાન સાધ્યું. તેમણે લખ્યું- સત્તા તમારી પાસે હોઈ શકે છે, પરંતુ રસ્તાઓ અમારા છે. અહીંથી જ અમે આપણું લોકતંત્ર પાછું મેળવીશું.
અન્ય એક પોસ્ટમાં તેમણે દાવો કર્યો કે ૧૦ ઑક્ટોબરના પ્રદર્શન પહેલાં મોટી સંખ્યામાં લોકોને કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે. તેમણે લખ્યું- મોદીને લાગે છે કે લોકોને જેલમાં નાખીને વિરોધનો અવાજ દબાવી શકાય છે. જેટલા વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવશે, તેટલા જ વધુ લોકો પ્રદર્શનમાં જાેડાશે.
જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને કૉકરોચ પાર્ટી ૧૦ ઓક્ટોબરે દિલ્હીમાં પ્રદર્શન કરશે. દીપકેએ ૨ ઓક્ટોબરની રાત્રે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે જાે જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે, તો દેશભરમાંથી કૉકરોચ દિલ્હી પહોંચશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે જાે દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને જંતર-મંતર સુધી પહોંચતા રોક્યા, તો જ્યાં તેમને રોકવામાં આવશે, ત્યાં જ જંતર-મંતર બનાવવામાં આવશે.
દિલ્હી પોલીસના સુત્રોના જણાવ્યા મુજબ  નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર આવતી તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનો આવતીકાલે રદ રહેશે. મીડિયા અહેવાલો અનુસાર, રેલવેએ આ ટ્રેનોને તેમના પ્રારંભિક સ્ટેશનો પરથી જ રદ કરી દીધી છે.
CJP અને ડાબેરી સંગઠનોએ દેશભરમાં સમર્થકોને કસ્ટડીમાં લેવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે વિરોધ પ્રદર્શન પહેલાં ૫૭ મેટ્રો સ્ટેશનો બંધ કરવાનો અને ૧૦ ડિટેન્શન સેન્ટર બનાવવાનો ર્નિણય લીધો છે.હોટલોમાં રેકોર્ડની તપાસ- દિલ્હી પોલીસ હોટલો અને ગેસ્ટ હાઉસોમાં જઈને રજિસ્ટર ચકાસી રહી છે. ત્યાં રોકાયેલા મહેમાનોના આઈડી અને વિગતોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.