જૂનાગઢમાં ગંધ્રપવાડામા યુવક મંડળ દ્વારા હોળી પર્વ ઉપરાંત વાલમ બાપાની નનામી કાઢી વ્યસન મુક્તિના સંદેશનો અનોખો પ્રયાસ
કોણ મરી ગયું? વાલમ બાપા કેમ કરતાં મરી ગયા? બીડી પીતા જેવા સૂત્રોચ્ચાર સાથે વડીલોથી લઈ બાળકો જાેડાયા
જૂનાગઢ તા. ૩
જૂનાગઢમાં વિવિધ વિસ્તારમાં વ્યસન મુક્તિના અનોખા સંદેશા સાથે યુવાનો દ્વારા વાલમ બાપાની ઠાઠડી કાઢવામાં આવી હતી. શહેરના જગન્નાથજી મંદિર પાસે આવેલ ગંધ્રપવાઙા વિસ્તારમાં યુવક મંડળ દ્વારા વાસડા અને ઘાસથી બનાવેલી લાલ કપડું ઓઢાડેલી નનામી જેવી વાલમ બાપાની ઠાઠડી બનાવી હતી. બાળકોથી વડીલો એ વ્યસન જાગૃતિ અંગેના સૂત્રોચાર કરી વિસ્તારમાં નનામી ફેરવવામાં આવી હતી.ચાર ડાઘુઓ ઠાઠડી ઉપાડી આગળ દોણી સાથે ચાલતો યુવાન આબેહૂબ ઠાઠડી સમશાન ગૃહએ લઈ જવાતી હોય તેવું દ્રશ્યમાં યુવકો દ્વારા કોણ મરી ગયું? વાલમ બાપા કેમ કરતાં મરી ગયા? બીડી પીતા જેવા સૂત્રોચ્ચાર સાથે પોતપોતાના વિસ્તારોમાં ફરી સાંજે પ્રગટતી હોળીમાં નનામીને રાખી દેવામાં આવી હતી જૂનાગઢમાં હોળીના દિવસે વ્યસન મુક્તિના સંદેશ સાથે યુવાઓ દ્વારા અનોખો કાર્યક્રમ કરવામાં આવે છે. જે અંતર્ગત વિવિધ વિસ્તારોમાં વાલમ બાપાની નનામી કાઢી યુવાઓ શહેરના માર્ગ પર ફર્યા હતા. જગન્નાથજી મંદિર પાસે ૭૫ વર્ષથી હોળી પ્રગટાવવામાં આવે છે.આ વિસ્તારના બાળકોથી લઇ વડીલો દ્વારા હોળી પ્રાગટ્ય ઉપરાંત વ્યસન મુક્તિ જાગૃતિનો વિશેષ સંદેશો આપવામાં આવે છે. વાલમ બાપાની નનામી કાઢી વિસ્તારમાં કોણ મરી ગયું વાલમ બાપા કેવી રીતે બીડી પીતા સહિતના સૂત્રોચાર સાથે લોકોને વ્યસન ન કરવા અપીલ કરી હતી.
સુત્રોચ્ચાર સાથે વ્યસન મુક્તિના જાગૃતિ અભિયાનમાં નાના બાળકોથી લઇ સિનિયર સિટીઝનો પણ જાેડાયા હતા. બાળકો અને યુવાઓ દ્વારા વાસની ઠાઠડી બનાવી અને ધુમ્રપાનથી થતા નુકસાન સંદર્ભે લોકો જાગૃત બને તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.


