ખંભાળિયા વિસ્તારમાંથી ઝડપાયેલા ૧૪૪૪ બોટલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા, તા. ૨૧
ખંભાળિયા તથા આસપાસના ડિવિઝન વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન ઝડપાયેલા રૂપિયા ૧૧.૭૩ લાખની કિંમતના વિદેશી દારૂ પર પોલીસ દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા ડિવિઝન હેઠળના ખંભાળિયા, સલાયા અને વાડીનાર વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન નોંધાયેલા ૪૭ ગુનાઓમાં પોલીસે રૂપિયા ૧૪૪૪ બોટલ વિદેશી દારૂ - બિયરનો જથ્થો કબજે કર્યો હતો. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના અન્વયે ડીવાયએસપી વિસ્મય માનસેતા તેમજ તેમની ટીમ દ્વારા કુલ રૂપિયા ૧૧,૭૨,૯૧૬ ની કિંમતની ૧૪૪૪ બોટલ દારૂ તેમજ બિયરનો આ જથ્થો કોર્ટમાંથી મંજૂરી મળ્યા બાદ નશાબંધી અધિકારી તેમજ પ્રાંત અધિકારી વિગેરેની ઉપસ્થિતિમાં સરકારી ખરાબાના સ્થળે નાશ કરવામાં આવ્યો હતો.


