ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક ટ્રાફિક ડ્રાઈવ : ઓગષ્ટ માસમાં ઓવરસ્પિડ અને રોંગ સાઈડ ડ્રાઈવીંગના ૭૪,ર૪ર કેસ કરાયા : રૂા.પ.૩૩ કરોડના દંડની વસુલાત
અમદાવાદ,તા. ૯
રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્વિત કરવા, ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરાવવા તથા જોખમી વાહન વ્યવહાર સામે કડક કાયદાકીય પગલાં લેવા માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક સ્તરે વિશેષ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. રાજ્યવ્યાપી ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત ઓગસ્ટ મહિનામાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગના ૭૪,૨૪૨ કેસો નોંધી રૂા.૫.૩૩ કરોડથી વધુનો દંડ વસૂલાયો છે. રાજ્યભરમાં ‘રોંગ સાઈડ ડ્રાઇવિંગ‘ અને ‘ઓવર સ્પીડિંગ‘ જેવા જીવલેણ ટ્રાફિક ઉલ્લંઘનો સામે તા. ૦૧/૦૮/૨૦૨૬ થી તા.૩૧/૦૮/૨૦૨૬ દરમિયાન વિશેષ કડક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જે અંતર્ગત રોંગ સાઈડ ડ્રાઇવિંગના ૩૬,૧૫૯ કેસો નોંધી કુલ રૂા.૩,૬૪,૫૨,૦૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો છે અને ઓવર સ્પીડિંગના ૩૮,૦૮૩ કેસો નોંધી કુલ રૂા.૧,૬૯,૨૬,૯૦૦નો દંડ વસૂલવામાં આવ્યો છે.


