ગિરનારી ગ્રુપ દ્વારા જલારામ ભક્તિધામ મંદિર ખાતે રક્તદાતાશ્રીઓનું સ્નેહમિલન, સન્માન સમારોહ તથા જુનાગઢ મુક્તિ દિવસની કરાયેલી ઉજવણી.

રક્તનું એક ટીપું પણ જીવ બચાવવાની શપથ છે. અને સેવા એ જ સાચી દેશભક્તિ છે. - ડૉ. ચિંતન યાદવ (એમ.ડી. ચેસ્ટ અને ક્રિટિકલકેર સ્પેશિયાલિસ્ટ)

ગિરનારી ગ્રુપ દ્વારા જલારામ ભક્તિધામ મંદિર ખાતે રક્તદાતાશ્રીઓનું સ્નેહમિલન, સન્માન સમારોહ તથા જુનાગઢ મુક્તિ દિવસની કરાયેલી ઉજવણી.
જૂનાગઢ, તા. ૧૦
જૂનાગઢના ગિરનારી ગ્રુપ ના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, સેવાભાવી અને માનવતાપરક સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા આજના આ ઐતિહાસિક દિવસે જુનાગઢ મુક્તિ દિવસ તથા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે એક અનોખું ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝાંઝરડા ચોકડી નજીક આવેલ જલારામ ભક્તિધામ મંદિર ખાતે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં ગિરનારી ગ્રુપ સાથે સંકળાયેલા રક્તદાતાશ્રીઓનું સ્નેહમિલન અને સન્માન સમારોહ ઉમંગભેર યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય દ્વારા ભગવાન જલારામ બાપાના આશીર્વાદ સાથે શુભ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં જલારામ ભક્તિધામના મેનેજિંગ ટ્રસ્ટી પ્રો. પી. બી. ઉનડકટ, પ્રવીણભાઈ પોપટ, મુકેશભાઈ કારીયા, યતિનભાઈ કારીયા, ગાયત્રી મંદિરના ટ્રસ્ટી નાગભાઈ વાળા, આરએસએસના અધિકારી મિતુલભાઈ દેસાઈ, આરેણા શિવમ ચક્ષુદાન સેવા સંસ્થાના પ્રમુખ નાથાભાઈ નંદાણીયા, માણાવદર જલારામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ મશરૂ, પરેશભાઈ રૂપારેલીયા, સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, પ્રો. અજયભાઈ ટીટા, તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્નેહમિલન કાર્યક્રમ માત્ર સન્માનનો કાર્યક્રમ નહોતો પરંતુ તે માનવતાની મહેક, રક્તદાતાશ્રીઓની નિઃસ્વાર્થ સેવાભાવ અને રાષ્ટ્રપ્રેમના સંકલનનો એક જીવંત ઉદાહરણ બની રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન તમામ રક્તદાતાશ્રીઓને “ફૂલ નહીં, ફૂલની પાંખડી સ્વરૂપે” દરેકને શિલ્ડ અને સ્મૃતિચિહ્ન રૂપે ગિફ્ટ આપી તેમની સેવાભાવના કાર્યોને વંદન કરવામાં આવ્યા હતા. સ્નેહમિલન બાદ સૌએ પરસ્પર પરિચય સાથે સમૂહ ભોજનનો પણ લાભ લીધું હતો. જ્યાં સર્વત્ર આનંદ અને સૌહાર્દનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારબાદ ગીરીશભાઈ પાબારી સાહેબ સંચાલિત સરગમ ગ્રુપના દિનેશગીરી ગોસ્વામી, મહેશભાઈ રામાણી, અશોકભાઈ રાવલ, દીપકભાઈ જેઠવા દ્વારા રજૂ થયેલ દેશભક્તિના ગીતોએ સમગ્ર વાતાવરણને દેશપ્રેમની ઉર્જાથી ઝળહળતું બનાવી દીધું હતું. “એ મેરે વતન કે લોકો” અને “જય જય ગરવી ગુજરાત” જેવી ધૂનોએ ઉપસ્થિત સૌના હૃદયમાં ઉત્સાહ જગાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ઉત્કૃષ્ટ રીતે નરેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સફળતા માટે દિનેશભાઈ રામાણી, સમીરભાઈ દવે, કિર્તીભાઈ પોપટ, હરિભાઈ કારીયા, રામદેવભાઈ ખેર, દેવાંગભાઈ પંડ્યા, લલીતભાઈ ગેરીયા, મનોજભાઈ વાઢીયા, મોહનભાઈ ચુડાસમા, યાત્રિકભાઈ ભટ્ટ, ગૌરવભાઈ પોપટ, દિલીપભાઈ દેવાણી, ચિરાગભાઈ કોરડે, ભાવિનભાઈ મારુ, બીપીનભાઈ ઠકરાર, ચંદ્રકાંતભાઈ રાયઠઠા, રાજુભાઈ મણિયાર, સુધીરભાઈ અઢિયા કિરીટભાઈ તન્ના, વિપુલભાઈ બુદ્ધદેવ, ભાવેશભાઈ સુતરીયા સહિત ગિરનારી ગ્રુપના અનેક સેવાભાવી સભ્યોએ સક્રિય ભાગ ભજવ્યો હતો. ગિરનારી ગ્રુપના આ કાર્યક્રમ દ્વારા ફરી એકવાર સાબિત થયું કે “રક્તનું એક ટીપું પણ જીવ બચાવવાનો શપથ છે અને સેવા એ જ સાચી દેશભક્તિ છે.” આવી માનવતામય પ્રવૃત્તિઓ દ્વારા ગિરનારી ગ્રુપે જુનાગઢની સેવા પરંપરાને નવા શિખરો સુધી પહોંચાડવાનો પ્રેરણા દાયક સંદેશ આપ્યો છે. આપ પ્રસંગ માં ઉપસ્થિત તમામ મહેમાનો, રક્તદાતાશ્રીઓ સહિત તમામ કાર્યકરશ્રીઓનો ગિરનારી ગ્રુપે આભાર વ્યક્ત કરેલ હતો. તેમ યાદીના અંતે જણાવેલ હતું.