જૂનાગઢનાં ધારાસભ્ય સંજય કોરડીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમાની મહેનત રંગ લાવી
જૂનાગઢ તા. 27
જૂનાગઢ શહેરને રેલ્વે ફાટકોમાંથી મુકિત આપવાની ઝુંબેશમાં અસરકારક રજુઆત કરનાર જૂનાગઢનાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા અને જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમાની મહેનત પણ રંગ લાવી છે. ફાટકલેસ જૂનાગઢનું સ્વપ્ન સાકાર થવાની દિશામાં જઈ રહયું છે ત્યારે રેલ્વે બોર્ડની મંજુરીની સત્તાવાર જાહેરાતને પગલે પ્રજાના હિતચિંતક અને પ્રતિનીધિ એવા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા અને સાંસદ રાજેશભાઈ ચુડાસમાને પણ અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે. ગત વિધાનસભાની ચૂંટણી વખતે જૂનાગઢની બેઠક ઉપર ચૂંટણી લડતા ભાજપનાં ઉમેદવાર સંજયભાઈ કોરડીયાનાં ચૂંટણી પ્રચાર કાર્યમાં જાહેરમાં હોર્ડિંગ્સ મુકવામાં આવ્યા હતા અને જૂનાગઢ શહેરને ફાટકની ઝંજટ માંથી મુકિત આપવાનો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો હતો. જૂનાગઢ વિધાનસભાની બેઠક ઉપર ચુંટાઈ આવેલા સંજયભાઈ કોરડીયાએ શહેરની મુખ્ય સમસ્યા સમી રેલ્વે ફાટકોનાં પ્રશ્ને અવાર નવાર ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે તેમજ છેલ્લા ત્રણ ટર્મથી જૂનાગઢનાં સાંસદ તરીકે ચુંટાઈ આવતા રાજેશભાઈ ચુડાસમાએ પણ રેલ્વે ફાટકની સમસ્યાને દુર કરવાનાં મુદાને કાયમને માટે ગાજતો રાખ્યો હતો અને અવાર નવાર સરકારમાં રજુઆત કરી હતી અને આખરે આ રજુઆતોને સફળતાનો મુકામ મળ્યો છે. રેલ્વે મંત્રાલય દ્વારા ગઈકાલે જ ગ્રોફેડ ખાતે મીટર ગેજ સ્ટેશન બનાવવાની સત્તાવાર મંજુરીની જાહેરાત કરી હતી અને આ સાથે જ જૂનાગઢ શહેરમાંથી રેલ્વે ફાટકની સમસ્યા દુર કરવાનો માર્ગ મોકળો થયો છે ત્યારે સર્વત્ર આનંદની લાગણી છવાઈ છે. તેમજ આ બંને પ્રજાના પ્રતિનિધિઓને અભિનંદનની વર્ષા થઈ રહી છે.
અત્રે નોંધનીય છે કે જૂનાગઢનાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા વિધાનસભા મત વિસ્તારનાં આમજનતાનાં પ્રશ્નો, વિકાસનાં પ્રશ્નો બાબતે પણ સતત જાગૃતતા દાખવી સંબંધિત વિભાગને રજુઆતો કરવામાં આવી રહી છે અને ઉકેલની દિશા લાવવામાં આવી રહી છે. આ સાથે જ જૂનાગઢ શહેરનાં પાયાના પ્રશ્નો એવા લાઈટ, પાણી, રસ્તા બાબતે પણ વોર્ડવાઈઝ મુલાકાત લઈ લોકોનાં પ્રશ્નો અને ફરીયાદો સાંભળ્યા છે તેમજ સંબંધિત વિભાગને વહેલીતકે અણ ઉકેલ પ્રશ્નો હલ કરવાની સૂચના સાથે આ દિશામાં પણ કામગીરી કરી રહયા છે તે નોંધનીય છે.


