જૂનાગઢનાં સોની વેપારીને પૈસા આપવા લઈ જઈ છરી બતાવી દાગીનાની લુંટ કરી - ફરીયાદ
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૪
જૂનાગઢમાં સોની વેપારીને પૈસા આપવા લઈ જઈ છરી બતાવી દાગીના લુંટી લઈ નાસી ગયાની ફરીયાદ એ ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર એ ડીવીઝન પોલીસ મથકે મુજીબર રહેમાન ખલીલરહેમાન શેખએ યશભાઈ રહે.ખંભાળીયા અને ફોર વ્હીલ ગાડી નં.જીજે-૦૩-એલજી-પ૯૬૯ના ચાલક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આરોપી યશભાઈ ફરીયાદીની દુકાન ઉપર ગયેલ અને ફરીયાદીને જણાવેલ કે મારે દાગીના બનાવવા છે જેથી ફરીયાદીએ પોતાના ગ્રાહકના બનાવેલ તૈયાર દાગીના આરોપીને બતાવેલ જેમાં એરીંગ કાનસર સાથેની ઝોડી નંગ -૧ વજન ૧૯ ગ્રામ ૨૦૦ મીલી (ર) સોનાના ચેઇન નંગ -૧ જેનુ વજન ૨૩ ગ્રામ ૫૪૦ મીલી નો હતો જે કુલ ૪૨ ગ્રામ ૭૪૦ મીલી થાય જેની કુલ કિ.રૂા. ૩,૪૩,૮૩૩ ના દાગીના આરોપીને પસંદ આવેલ જેથી ફરીયાદીએ રોકડા રૂપીયા આપવા જણાવતા આરોપીએ કહેલ કે આઝદચોકમા સીવીલ હોસ્પીટલ પાસે તેની ફોરવ્હીલ ગાડીમાં રૂપીયા છે તેમ કહી ફરીયાદીને આઝાદ ચોક જુની સીવીલ હોસ્પિટલના ગેઈટ પાસે લઈ જઈ એક કાળો થેલો લઇ ખોલી ફરીયાદીને રૂપીયા બતાવેલ અને કહેલ કે આ રૂપીયા લઇ લો અને સોનાના દાગીના આપી દો જેથી ફરીયાદીએ ના પડેલ અને કહેલ કે હું રૂપીયા ગણી લઉ તેમ કહેતા આરોપીએ થેલામાંથી છરી કાઢી ફરીયાદીને કહેલ કે દાગીના આપી દે નહીતર આ છરીથી મારી નાખીશ જેથી ફરીયાદીએ દાગીના આપવાની ના પાડતા આ આરોપીએ ફરીયાદીના હાથમાંથી દાગીનાનુ પેકેટની ઝુટવી લઇ લુટ કરી બન્ને આરોપી ફોરવ્હીલ ગાડી લઇ નાશી ગયાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


