જૂનાગઢ એસ.ટી. ડેપો ખાતે કંડકટર તરીકે ફરજ બજાવતા પ્રફુલભાઈ સોલંકીનો નિવૃતિ વિદાય સમારંભ યોજાયો

જૂનાગઢ એસ.ટી. ડેપો ખાતે કંડકટર તરીકે ફરજ બજાવતા પ્રફુલભાઈ સોલંકીનો નિવૃતિ વિદાય સમારંભ યોજાયો

જૂનાગઢ, તા.26 
જૂનાગઢ એસ ટી ડેપો ખાતે કંડકટર તરીકે ફરજ બજાવતા અને જૂનાગઢ વિભાગ નાં મજુર મહાજનનાં મહામંત્રી પ્રફુલભાઈ એચ.સોલંકી વય મર્યાદા ને કારણે તારીખ 30/6/2026નાં રોજ નિવૃત્ત થતા હોય તેમનો વિદાય સમારંભ એસ ટી વકૅસૅ યુનિયન (મજુર મહાજન) જુનાગઢ અધ્યક્ષસ્થાને ભવ્યતમ દિવ્યતમ લાગણીભર્યો સમારંભ તારીખ 25/06/2026ને ગુરુવારે શ્યામધામ મધુરમ જૂનાગઢ ખાતે યોજવામાં આવ્યો હતો અને  પ્રફુલ્લભાઈ એસ ટી નિગમમાં 29 વર્ષ અને મજુર મહાજનમા મહામંત્રી તરીકે 8 વર્ષની સેવાને બિરદાવી હતી અને પ્રફુલ્લભાઈએ મજુર મહાજનનાં મહામંત્રી તરીકે અનેક સારી સેવાને યાદ કરી પ્રફુલભાઈને ફુલહાર પહેરાવી શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને હવે પ્રફુલભાઈ નિવૃત્તિમય જીવન પરિવાર સાથે સુખદ શાંતીથી અને નિરોગી સ્વસ્થ આનંદદાયક જીવન જીવે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી. આ વિદાય સમારંભમાં જૂનાગઢ વિભાગ તેમજ નિગમના જુદા જુદા વિભાગમાંથી સંગઠનના આગેવાનો કર્મચારીઓ મોટી સંખ્યામાં લાગણીથી હાજર રહ્યા હતા.