જૂનાગઢ લોહાણા મહાજન વાડીમાં પરિચય મેળો સંપન્ન
૫૬૦ લગ્નોત્સુક યુવા યુવતીઓ વાલીઓની ઉપસ્થિતિ, શ્રેષ્ઠિઓના હસ્તે વેવિશાળ બુકનું વિમોચન
જૂનાગઢ, તા.૭
જૂનાગઢમાં લોહાણા મહાજનની પ્રેરણાથી જલારામ મેરેજ બ્યુરોના ઉપક્રમે રઘુવંશી સમાજના યુવક યુવતીઓ માટે નિ:શુલ્ક પરિચય મેળો યોજાયો હતો.જેમા મોટી સંખ્યામાં યુવા યુવતીઓ વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમ્યાન વેવિશાળ બુકનુ વિમોચન કરાયું હતું.
જૂનાગઢમાં લોહાણા મહાજનની પ્રેરણાથી જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત જલારામ મેરેજ બ્યુરોના ઉપક્રમે લોહાણા મહાજન વાડી ખાતે સમસ્ત રઘુવંશી સમાજના લગ્નોત્સુક યુવા યુવતીઓ માટે નિશુલ્ક પરિચય મેળો યોજાયો હતો. લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ સહિતના મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પરિચય મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પરિચય મિલન સમારોહમાં ૫૬૦ લગ્નોત્સવ દીકરા દીકરીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.જે સંદર્ભે મોટી સંખ્યામાં યુવા યુવતીઓ અને વાલીઓની ઉપસ્થિતિના કારણે મહાજન વાડીનો ખંડ ખીચો ખીચ જાેવા મળ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલ યુવા- યુવતીઓની વિગતો ડિજિટલ સ્ક્રીનમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. કાર્યક્રમ સંપન્ન થયા બાદ બાયોડેટાની પસંદગીના આધારે બંને પક્ષોની મુલાકાત પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમા શ્રેષ્ઠિઓના હસ્તે વેવિશાળ બુકનું વિમોચન કરાયું હતું.
આ પ્રસંગે લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ, ખેતી બેંકના પ્રમુખ ડોલરભાઈ કોટેચા, સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિ શ્રેષ્ઠિઓ, લોહાણા મહાજન સભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ જણાવ્યું હતું કે સમાજના દીકરા દીકરીઓનું વેવિશાળ માટે વાલીઓ દ્વારા તો પ્રયાસ થઈ રહ્યા છે.પરંતુ વર્તમાન સમયની માંગને અનુસરીને લોહાણા મહાજન વાડી ખાતે પરિચય મેળો યોજવામાં આવ્યો હતો. પરિચય મેળાનો મુખ્ય ઉદ્દેશ લગ્નોત્સુક યુવક-યુવતીઓ અને પરિવારનો પરિચય કરાવવાનો અને તેની પસંદગીના આધારે વેવિશાળ માટે નિમિત બનવાનો છે.
નિ:શુલ્ક પરિચય મેળામાં વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં રઘુવંશી પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત ઉપસ્થિત શ્રેષ્ઠીઓએ પ્રાસંગિક પ્રવચન આપી સમગ્ર આયોજનને બિરદાવ્યું હતું.
પરિચય મેળાને સફળ બનાવવા લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂના માર્ગદર્શન અને પ્રોજેક્ટ ચેરમેન ભુપતભાઈ રાયચુરા, નંદલાલભાઈ ચોલેરા, મીનાબેન પરપડાના નિદર્શન હેઠળ યોજાયેલ પરિચય મેળાને સફળ બનાવવા પ્રવીણભાઈ પોપટ, દામોદરભાઈ ઉનડકટ, કિશોરભાઈ કારીયા, સુરેશભાઈ પુજારા, વિનુભાઈ જીવાણી, સંજયભાઈ માખેચા, શિલ્પાબેન ચાગલાણી, જ્યોતિબેન રૂપારેલીયા, પૂજાબેન કારીયા, મીનાબેન દત્તા, શીલાબેન બુદ્ધદેવ, નીતાબેન ગોટેચા સહિતનિ ટીમે જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ ખખ્ખર તથા ખ્યાતિ બેન ભુપ્તાએ કર્યું હતું.
વિશાળ સ્ક્રીન પર યુવા યુવતીઓની વિગતો પ્રદર્શિત પરિચય મિલન સમારોહની મુખ્યત્વે વિશેષતા એ હતી કે દીકરા દીકરીઓને સ્ટેજ ઉપર પોતાનો પરિચય આપવાના બદલે દરેક ઉમેદવારોની ફોટા સાથેની વિગતને વિશાળ સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવી હતી અને સ્ક્રીન ઉપર જ ફોટાના આધારે દીકરા દીકરીઓનો બાયોડેટા દર્શાવી લગ્નોત્સુક ઉમેદવારોનો પરિચય આપવામાં આવ્યો હતો.


