જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં શ્રાધ્ધ પક્ષની ભાવપુર્વક ઉજવણી

દામોદરકુંડ, પ્રાચી તિર્થધામ સહિતના સ્થળોએ પિતૃતર્પણ વિધીના યોજાઈ રહેલા કાર્યક્રમો: ભાવિકો ઉમટી પડયા

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં શ્રાધ્ધ પક્ષની ભાવપુર્વક ઉજવણી

જૂનાગઢ તા. ૧૮
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં શ્રાધ્ધ પક્ષની ભાવપુર્વક ઉજવણી કરવામા ંઆવી રહી છે. પિતૃઓને વંદના સાથે પિતૃતર્પણ વિધીનાં ઠેર-ઠેર કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. જૂનાગઢ શહેરમાં આવેલા દામોદરકુંડ પ્રાચી તિર્થ ક્ષેત્ર સહિતનાં ધાર્મિક સ્થળોએ ભાવિકો દ્વારા પિતૃતર્પણ વિધી કરવામાં આવી રહી છે. 
ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની એકમથી અમાસ સુધીનાં દિવસોને પિતૃપક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયમાં લોકો પોતાન પુર્વજાેને યાદ કરીને  તેમનાં આત્માની શાંતિ માટે શ્રાધ્ધ વિધી કરાવે છે. શાસ્ત્રોકત માન્યતા મુજબ શ્રાધ્ધ કરવાથી પિતૃઓનાં આત્માને શાંતિ મળે છે અને કુટુંબ પર સુખ, શાંતિ તેમજ આશીર્વાદ વરસે છે. જયારે પરિવારમાંથી કોઈ સ્વજન અવસાન પામે છે તેના ત્રણ વર્ષ બાદ શ્રાધ્ધમાં ભેળવવાના હોય છે. કારતક, ચૈત્ર અને ભાદરવા મહિનાને પિતૃતર્પણ વિધી માટેનાં શ્રેષ્ઠ માસ ગણાય છે. દરમ્યાન આ વર્ષે  ભાદરવા 
માસ-૧ તા.૮-૯-રપ અને સોમવારથી શ્રાધ્ધ પક્ષનો પ્રારંભ થયો હતો. શ્રાધ્ધનાં ૧પ દિવસ હોય છે. આ વર્ષે એક તિથી ંઘટી છે. શ્રાધ્ધ પર્વનાં પ્રારંભ સાથેજ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ભાવપુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.  પિતૃકાર્ય માટે નારાયણ બલી, શ્રાધ્ધ પ્રેત બલી શ્રાધ્ધ, ત્રિપીંડી શ્રાધ્ધની પણ વિધી કરવામાં આવે છે. પિતૃતર્પણ વિધીનાં વિવિધ કાર્યો શાસ્ત્રોકત વિધી અનુસાર  કરવામાં આવે છે અને વિધ્વાન બ્રહ્મ દેવો દ્વારા ધાર્મિક વિધીઓ કરાવવામાં આવે છે. પિતૃઓનાં મોક્ષાર્થે શ્રધ્ધા પુર્વક થતી ધાર્મિક વિધીઓથી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે અને પિતૃઓ દ્વારા આશીર્વાદ વરસાવવામાં આવે છે. શ્રાધ્ધ વિધી અંતર્ગત પિંડદાન, તર્પણ, અન્નદાન તેમજ બ્રાહ્મણોને ભોજન કરાવવાની પ્રથા છે. આ ઉપરાંત ગાય, કાગડો અને કુતરાને અન્નદાન કરવાથી તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે. પુરાણમાં જણાવ્યા અનુસાર જે આપણને  દેવતાઓ આપી શકતા નથી તે આપણને પિતૃઓ આપી શકે છે. આથી જ પિતૃ કાર્યનું મહત્વ છે.  દર ત્રણ વર્ષે પિતૃ કાર્ય કરવું જાેઈએ. દરમ્યાન હાલ શ્રાધ્ધ પક્ષની સર્વત્ર ભાવપુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.