તેજીનું તાંડવ : ૧ કિલો ચાંદીના રૂા.૩,૮૪,૦૦૦ : ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂા.૧,૬૯,૦૦૦

છેલ્લા બે દિવસમાં ચાંદીમાં રૂા.૩૧૦૦૦ અને સોનામાં રૂા.૬પ૦૦ નો તિવ્ર વધારો

તેજીનું તાંડવ : ૧ કિલો ચાંદીના રૂા.૩,૮૪,૦૦૦ : ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂા.૧,૬૯,૦૦૦

(બ્યુરો)          રાજકોટ, તા.૨૮ :
બુલીયન માર્કેટમાં  તેજીનું તાંડવ યથાવત રહયું છે. સતત બીજા દિવસે ચાંદીમાં વધુ ર૩૦૦૦ અને સોનામાં પ૦૦૦ રૂા.નો જંગી ઉછાળો થતા બંને કિંમતી ધાતુઓના ભાવે નવી ઐતિહાસિક સપાટી સર કરી છે.બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં આજે સવારે ચાંદીમાં ર૩૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો. ગત રાત્રે ચાંદી એક કિલોના ભાવ રૂા.૩,૬પ,૦૦૦  હતા તે વધીને આજે રૂા.૩,૮૪,૦૦૦ની નવી ટોચની સપાટી બનાવી છે. ગઇકાલે ચાંદીમાં રૂા. ૮,૦૦૦ વધ્યા બાદ આજે વધુ રૂા.ર૩,૦૦૦નો ઉછાળો આવતા બે દિવસમાં ચાંદીમાં રૂા. ૩૧,૦૦૦નો તોતીંગ ભાવવધારો થયો છે.જયારે વાયદા બજારમાં ચાંદીમાં બે દિવસમાં રૂા. ૪૩,૦૦૦નો ઉછાળો થયો છે. ચાંદીની સાથે સોનામાં પણ તેજીનો તરખાટ યથાવત રહયો છે. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં રૂા. પ,૦૦૦ વધ્યા હતા. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ રૂા. ૧,૬૪,૦૦૦ હતા તે વધીને આજે રૂા. ૧,૬૯,૦૦૦ થયા છે. સોનાના બિસ્કીટમાં પ૦,૦૦૦ રૂા.નો તોતીંગ ભાવવધારો થયો છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ રૂા. ૧૬,૪૦,૦૦૦ હતા તે વધીને રૂા. ૧૬,૯૦,૦૦૦ થયા છે.  છેલ્લા બે દિવસમાં સોનામાં રૂા. ૭,પ૦૦નો ભાવવધારો થયો છે.