સંસદના બંને ગૃહોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે શિયાળુ સત્રનો પ્રારંભ
(એજન્સી) નવી દિલ્હી તા.ર૮ :
વિશ્વ અને દેશમાં નવા આર્થિક પડકારો વચ્ચે મહત્વપૂર્ણ સંસદનું બજેટ સત્ર આજે શરૂ થતા જ દિલ્હીમાં પણ રાજકીય ગરમી વધી ગઈ છે. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બન્ને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કર્યું
હતું અને સરકારની ઉપલબ્ધીઓ વર્ણવી હતી.
સરકારની કામગીરીના પ્રતિબિંબ ઉપરાંત આગામી સમયનો રોડ મેપ પણ રજૂ કર્યો હતો. આજથી શરૂ થયેલુ શિયાળુસત્ર તા.૨ એપ્રિલ સુધી ચાલશે. જેમાં પ્રથમ તબકકાએ તા.૧૩ ફેબ્રુઆરીથી ૯ માર્ચ સુધી સત્ર ‘રજા‘ રાખશે.
આવતીકાલે સંસદમાં આર્થિક સર્વે રજુ થશે અને દેશના ઈતિહાસમાં પ્રથમ વખત રવિવારે આગામી નાણાકીય વર્ષનું કેન્દ્રીય બજેટ રજુ થશે. આર્થિક સર્વેએ બજેટના ત્રણ દિવસ પુર્વે લવાયું છે તે પણ એક નવી પરંપરા છે.
સંસદના શિયાળુ સત્રમાં મોશન ઓફ થેંક્સ પર ચર્ચા અને કેન્દ્રીય બજેટ પર ચર્ચા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા માટે કામચલાઉ ધોરણે ત્રણ દિવસ (૨ થી ૪ ફેબ્રુઆરી)નો સમય નક્કી કરવામાં આવ્યો છે. સંસદનું બજેટ સત્ર તોફાની રહેવાની શક્યતા છે. વિપક્ષે છેલ્લા બે સત્રોમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જીૈંઇ) પર ચર્ચા અને સ્ય્દ્ગઇઈય્છ યોજનાના સ્થાને આવેલા ફમ્-ય્ ઇછસ્ ય્ કાયદાનો વિરોધ કરતા હોબાળો કર્યો હતો.
સૂત્રો અનુસાર, વિપક્ષ આ સત્રમાં પણ જીૈંઇ, ફમ્-ય્ ઇછસ્ ય્ કાયદા સહિત ભારત પર ેંજી દ્વારા લાદવામાં આવેલી ટેરિફ, વિદેશ નીતિ, વાયુ પ્રદૂષણનો મુદ્દો, અર્થતંત્ર, કિશોરો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ જેવા મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરશે. સંસદમાં સરકારને સાણસા વ્યુહમાં લેવા માટે વિપક્ષોએ હથીયાર સજાવ્યા છે જયારે સામાપક્ષે સરકારે પણ વિપક્ષની વ્યુહરચનાનો પ્રતિકાર કરવા તૈયારી કરી લીધી છે.


