વર્દી પહેર્યા પછી પોલીસે વ્યક્તિગત અને ધાર્મિક પુર્વગ્રહો છોડવા જાેઈએ : સુપ્રિમ કોર્ટ
(એજન્સી) નવી દિલ્હી તા.૧૨:
મહારાષ્ટ્રના અકોલા ખાતે વર્ષ ૨૦૨૩માં ફાટી નીકળેલા કોમી રમખાણો દરમિયાન હત્યાના કેસમાં પોલીસની બેદરકારીની સુપ્રીમ કોર્ટે આકરી ટીકા કરી છે. આ કેસમાં ગુનો દાખલ કરવા અને તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે પોલીસ અધિકારીઓને વર્દી પહેર્યા પછી વ્યક્તિગત, સામાજિક, ધામિર્ક તથા અન્ય પ્રકારના પૂર્વગ્રહોનો ત્યાગ કરવા સૂચના આપી છે.
હત્યા જેવા ગંબીર કેસમાં ફરિયાદ દાખલ કરવામાં બેદકારી અને ઢીલાશ ભદલ મહારાષ્ટ્ર પોલીસની આકરી ટીકા કરતાં જસ્ટિસ સંજય કુમાર અને સતીષ ચંદ્ર શર્માની બેન્ચે રાજ્યના ગૃહ સચિવને આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવા અને તેમાં હિન્દુ-મુસ્લિમ બંને સમુદાયના અધિકારીઓને સમાવવા નિર્દેશ આપ્યા છે. વર્દી પહેરનારા પોલીસ અધિકારીઓને તમામ પ્રકારના પૂર્વગ્રહો ત્યાગીને સંપૂર્ણ નિષ્ઠા અને વફાદારી સાથે ફરજ પાલન કરવા સુપ્રીમ કોર્ટે સલાહ આપી છે.
પ્રસ્તુત કેસની વિગતો મુજબ, મોહંમદ પયગંબર અંગે વિવાદી પોસ્ટ બાદ અકોલાના જૂના શહેર વિસ્તારમાં મે ૨૦૦૨૩ દરમિયાન રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં વિલાસ માધવરાવ ગાયકવાડનું મોત થયું હતું તથા અરજદાર સહિત આઠ ઘાયલ થયા હતા. મોહમ્મદ અફઝલ મોહમ્મદ શરીફ સહિત ચાર વ્યક્તિએ પાઈપ, તલવાર જેવા હથિયારો સાથે ગાયકવાડ પર હુમલો કર્યો
હતો. હુમલાખોરોએ વાહનોમાં તોડફોડ કરી અન્ય લોકોને પણ
ઈજા પહોંચાડી હતી.


