દેશભરમાં ઈમારતો ધરાશાયી થવાના અને આગ લાગવાના બનાવોમાં છેલ્લા પાંચ વર્ષમાં ૩૩ હજારના મોત

દેશભરમાં ઈમારતો ધરાશાયી થવાના અને આગ લાગવાના બનાવોમાં છેલ્લા પાંચ વર્ષમાં ૩૩ હજારના મોત

નવી દિલ્હી તા.૯:
દેશના શહેરી માળખાગત સુવિધાઓ અને નાગરિક સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સરકારી ડેટા અનુસાર, ૨૦૨૦ થી ૨૦૨૪ દરમિયાન દેશભરમાં આશરે ૩૩,૦૦૦ લોકો ઇમારતો ધરાશાયી થવા, આગ લાગવા અને ખાડાઓ અથવા મેનહોલમાં પડવા જેવી ઘટનાઓમાં મૃત્યુ પામ્યા હતા. જેમાંના મોટાભાગના મૃત્યુ શહેરી વિસ્તારોમાં થયા છે, જે નાગરિક શાસન અને સલામતી નિયમોના અમલીકરણમાં ગંભીર ખામીઓ તરફ ઈશારો કરે છે.
નેશનલ ક્રાઈમ રેકોડ્ર્સ બ્યુરો (NCRB)ના અહેવાલો પર આધારિત માહિતી અનુસાર, દર વર્ષે હજારો લોકો અકસ્માતોમાં જીવ ગુમાવે છે, જેને સારી દેખરેખ, નિયમિત જાળવણી અને સલામતી નિયમોના અસરકારક અમલીકરણથી મોટાભાગે અટકાવી શકાયા હોત.