ડોલર સામે રૂપિયાનું ઐતિહાસીક પતન  ૯૧.૩૦ના નવા તળીયે પહોંચ્યો

ડોલર સામે રૂપિયાનું ઐતિહાસીક પતન  ૯૧.૩૦ના નવા તળીયે પહોંચ્યો

મુંબઈ, તા. ૨૧
સોના-ચાંદી, શેરબજાર, મેટલ સહિતની માર્કેટોમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલનો દૌર ચાલી રહ્યો છે તેવા સમયે હવે કરન્સી માર્કેટનો વારો આવ્યો હોય તેમ આજે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયામાં પ્રારંભિક કામકાજમાં જ ૩૩ પૈસાનો કડાકો બોલી ગયો હતો અને ૯૧.૩૦ના નવા તળીયે સરકી ગયો હતો. વિશ્વસ્તરે યુધ્ધ, ટેરીફ વોર જેવા અનેકવિધ ઘટનાક્રમોના કારણે મેટલ સહિતની કોમોડીટી તથા શેરબજારમાં તિવ્ર પ્રત્યાઘાતો પડી જ રહ્યા છે અને તેની જ અસર કરન્સી માર્કેટમાં ઉભી થવા લાગી હોય તેમ આજે ડોલર સામે રૂપિયો  નવેસરથી તિવ્ર દબાણમાં આવી ગયો હતો. વિદેશી નાણા સંસ્થાઓ છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતમાંથી અબજો  રૂપિયા પાછા ખેંચી રહી છે. ટેરીફના કારણે ભારતને ફટકો પડી ગયોછે. ઉપરાંત અન્ય આંતરરાષ્ટ્રીય ભૌગોલિક કારણોથી કરન્સી માર્કેટ દબાણમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.