દેશભરમાં હવે નવા હાઈવે પર ૬૦ કિમી પહેલા કોઈ ટોલબુથ નહીં આવે

દેશભરમાં હવે નવા હાઈવે પર ૬૦ કિમી પહેલા કોઈ ટોલબુથ નહીં આવે

(એજન્સી)   નવી દિલ્હી,તા.૨૭: 
દેશભરમાં નવા હાઇવે પર હવે ૬૦ કિલોમીટરથી પહેલા ટોલ બૂથ ઉપલબ્ધ રહેશે નહીં. સરકારે એક માનક ઓપરેટિગ પ્રક્રિયા જારી કરી છે અને તેનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ અધિકારીઓની એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી છે.
હાલમાં, દેશભરમાં ૧૩૦ સ્થળોએ એવા છે જ્યાં મુસાફરોએ આ અંતર (૬૦ કિલોમીટર) માટે બે વાર ટોલ ચૂકવવો પડે છે. આમાંથી, લગભગ ૨૨ ટોલ પ્લાઝા ૩૦ કિલોમીટરથી ઓછા અંતરમાં સ્થિત છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે ૨૪ જૂને એક ખાસ ઓપરેટિગ પ્રક્રિયા જારી કરી હતી. પાલન સુનિતિ કરવા માટે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સભ્યની અધ્યક્ષતામાં એક ટોલ સમિતિની રચના કરવામાં આવી છે. તેમાં મંત્રાલયના અધિક સચિવ, સંયુક્ત સચિવ (ટોલ) અને NHIDCL ના MD સહિત અનેક ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે.