પ એપ્રિલ રાષ્ટ્રીય વહાણવટા દિવસ... મહાભારત કાળથી સોમનાથ પ્રસિધ્ધ બંદર હતું અને તેનો વેપાર ચીનથી ઝાંઝીબાર સુધી વિસ્તારેલો હતો

પ એપ્રિલ રાષ્ટ્રીય વહાણવટા દિવસ... મહાભારત કાળથી સોમનાથ પ્રસિધ્ધ બંદર હતું અને તેનો વેપાર ચીનથી ઝાંઝીબાર સુધી વિસ્તારેલો હતો

(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.૪
સમગ્ર દેશના દરિયાઈ બંદરો પ એપ્રિલે રાષ્ટ્રીય વહાણવટા દિવસ ઉજવી રહયું છે. ચાલો ત્યારે અતિતના એ કાલખંડમાં ડૂબકી લગાવીએ.
ઈતિહાસવિદ્ ડો.ગીરીશ ઠાકર કહે છે  ‘હજારો વર્ષ પુર્વથી પરમ વૈભવનો સાગર અહીં ઉછળતો હતો અને સાગરને રત્નાકર એટલા માટે કહેવાતો કે જગત આખામાંથી વિવિધ પ્રકારના રત્નો લઈ વહાણો અહીં લાંગરતા. અરબસ્તાનથી ચીન સુધી રોમ બેબીલોન સહિતના દેશ-વિદેશના સાગર ખેડુ વેપારીઓ પોતાનો માલ લઈ અહીંની સમૃધ્ધીમાં વધારો કરતા હતા. 
વેરાવળ સીઆઈએફટીના વરિષ્ઠ ડો.આશિષકુમાર ઝા અને વૈજ્ઞાનિક ચીન્નદુરઈ એસ કહે છે કે અમારી પાસે પ્રાચીન સમયના વહાણોના મોડલોનું અનોખું સંગ્રહાલય છે જેમાં વહાણો ઉપરાંત જે તે કાળમાં વપરાતા અન્ય ઉપકરણોની મોડલ સ્વરૂપે  ઝાંખી કરાવેલ છે. 
ડો.આશિષકુમાર ઝા આગળ જતા કહે છે કે, ભારતનું પહેલું શીપ ૧૯૧૯માં મુંબઈથી લંડન વિદેશાગમન કર્યુ હતું તેની સ્મૃતિમાં પ એપ્રિલની તારીખ વર્ષ ૧૯૧૯ હતું જેની સ્મૃતિરૂપે ૧૯૬૪ થી રાષ્ટ્રીય વહાણવટા દિવસ ઉજવાય છે. વેરાવળ બંદર ૧૩ મી  ૧૪ મી સદીમાં પણ હતું અને ડીપસી ફીશીંગ સહિતની ટેકનોલોજી વિકસીત  કરાઈ છે અને વેરાવળ બંદર ફેસ-ર નો વિકાસ ચાલી રહયો છે અને ઉજળી આશા છે. 
સોમનાથના ભાસ્કર વૈદ્ય કહે છે કે વેરાવળ બંદરનો એક સમયે સુવર્ણકાળ હતો અને લાખો ટન માલની આયાત-નિકાસ થતી પરંતુ ૧૯૯૭ પછી ઝાંખપ આવી અને ર૦૦૩ પછી તો વિદેશી સ્ટીમરો પણ આવી નથી.
૧૯પ૦ના દાયકામાં ખોળ, સીંગદાણા, કપાસ, ચોખા, તેલ, તેલીબીયા, તલ સહિતની પરંપરાગત જણસીઓનો નિકાસ અહીંથી થતો હતો.  ૧૯૬૦ માં અહીંથી ઈંગ્લેન્ડ, યુગોસ્લાવીયા, જર્મની, પોલેન્ડ, રશિયા વિગેરે દેશો સાથે ખોળનો આંતરરાષ્ટ્રીય વેપાર પણ થયેલ છે.  ર૦૦૩ માં અહીં છેલ્લી વિદેશી સ્ટીમર આવી હતી. ત્યારબાદ કોઈ વહાણ કે સ્ટીમર વ્યાપારી પ્રવૃત્તિ માટે લંગાર્યા નથી. 
એક સમયે વેરાવળના દરિયામાં સઢવાળા વહાણો હતા આજના જીપીએસ જેવા ઉપકરણો ન હતા. આકાશના તારા જાેઈને કે હોકાયંત્રના સહારે મધદરિયાથી બંદરો પારખતા. વેરાવળ બંદર હાલ માત્ર ફીશરીઝ બંદર છે. એક સમયે આયાત-નિકાસથી એટલંુ ધમધમતું હતું કે બંદર એરિયામાં રેલ્વેના વેગન ટ્રેક હતા જે આ વર્ષોથી બીનઉપયોગી બનેલ છે. 
વેરાવળ બંદરે આવતીકાલે  રવિવારે ઉજવાશે રાષ્ટ્રીય વહાણવટા દિવસ
ગીર-સોમનાથના વેરાવળ બંદરે રાષ્ટ્રીય વહાણવટા દિવસની ઉજવણી કરાશે. જેમાં પોર્ટ ઓફિસર હિરેન સોંદરવાના હસ્તે મેરી ટાઈમ બોર્ડના ધ્વજનું ધ્વજવંદન કરાશે. જેમાં બંદર સુરક્ષા સ્ટાફ તથા ઓફિસર સ્ટાફ ઉપસ્થિત રહી ધ્વજને સલામી આપશે અને રાષ્ટ્રીય વહાણવટા દિવસ અંગે જાણકારી-મહત્વ અપાશે.