ઉનાળુ વેકેશન અને પુરૂષોત્તમ માસમાં યાત્રાધામ દ્વારકામાં ભાવિકોની ભીડ રહેશે

ઉનાળુ વેકેશન અને પુરૂષોત્તમ માસમાં યાત્રાધામ દ્વારકામાં ભાવિકોની ભીડ રહેશે

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.18
આજથી પવિત્ર પુરૂષોત્તમ માસનો પ્રારંભ થવા જઈ રહયો છે ત્યારે હાલમાં ચાલતા ઉનાળુ વેકેશનમાં દેવ દર્શન સાથે વેકેશનની મોજ માણવા હજારો ભાવિકોની ભીડ સમગ્ર અધિક માસ દરમ્યાન યાત્રાધામ દ્વારકામાં જોવા મળશે. પ્રવાસીઓની સંભવિત ભીડને અનુલક્ષીને પવિત્ર ગોમતી સ્નાનનું વિશેષ મહત્ત્વ રહેલું હોય બહોળી સંખ્યામાં ગોમતી સ્નાન કરવા ભાવિકોની સંભવિત ભીડ જોતા તંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગ રૂપે પોલીસ તથા ફાયર વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે. કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુ ગોમતી ઘાટ પર આધુનિક રેસ્કયુ રોબોટ પણ તૈનાત કરવામાં આવ્યો છે.