બજેટ કાઉન્ટડાઉન : રૂા.૧૩ લાખ સુધીની આવક કરમુક્ત થઈ શકે

બજેટ કાઉન્ટડાઉન : રૂા.૧૩ લાખ સુધીની આવક કરમુક્ત થઈ શકે
Times Now

નવી દિલ્હી,તા.૩૦:
ઇન્કમટેક્સની નવી રેજિમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન ૭૫ હજારથી વધારીને ૧ લાખ કરવામાં આવી શકે છે. તેનાથી સેલરી મેળવતા લોકોની ૧૩ લાખની આવક ટેક્સ-ફ્રી થઈ જશે. હાલમાં ૧૨.૭૫ લાખ સુધીની આવક ટેક્સ ફ્રી છે.
ઉદ્યોગ સંગઠન કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, એટલે કે CIIએ સરકારને સૂચન આપ્યું છે કે વપરાશ વધારવા માટે લોકોના હાથમાં વધુ પૈસા છોડવા જરૂરી છે. ટેક્સમાં છૂટ વધવાથી લોકોનો ‘પર્ચેઝિંગ પાવર‘ વધશે. એવું માનવામાં આવે છે કે સરકાર જૂની ટેક્સ રેજિમને નવી ટેક્સ રેજિમથી બદલવા માગે છે. આ માટે નવી ટેક્સ રેજિમને ફાયદાકારક બનાવી રાખવી જરૂરી છે. તે હેતુથી નવી રેજિમમાં સેલરી મેળવનારાઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં ૨૫ હજારનો વધારો કરી શકે છે. મિડલ ક્લાસના હાથમાં આવનારા પૈસા વધશે. મહિનામાં થોડા હજાર રૂપિયાની બચત થઈ શકે છે, જે ખર્ચ, સેવિંગ કે રોકાણમાં કામ આવશે. આશા છે કે પીએમ-કિસાન યોજનાની રકમ ૩૦૦૦ વધારીને ર્વાષિક ૬૦૦૦થી ૯૦૦૦ કરવામાં આવી શકે છે. છેલ્લાં ૩ વર્ષથી આ વધારવાની વાત ચાલી રહી છે.