ભાવનગરમાં લગ્નના દિવસે જ છરીના ઘા ઝીંકી પતિએ ભાવિ પત્નીની હત્યા કરી

ભાવનગરમાં લગ્નના દિવસે જ છરીના ઘા ઝીંકી પતિએ ભાવિ પત્નીની હત્યા કરી

(બ્યુરો)          ભાવનગર તા.૧૫
ભાવનગર શહેરમાં લગ્નના દિવસે જ યુવતીની કરપીણ હત્યા નો બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે. ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આજે સવારે એક યુવતીની છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. મરનાર યુવતીના આજે લગ્ન થવાના હતા.
પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક રહેતી હિંમતભાઈ જીવાભાઇ રાઠોડની પુત્રી સોનીબેનની તેના ઘરે જ આજે સવારે છરીના ઘા ઝીંકી 
કરપીણ હત્યા કરી આરોપી નાસી છૂટ્યો હતો.
આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ યુવતી કોઈ યુવાન સાથે એકલી રહેતી હતી અને આજે તેના લગ્ન પણ થવાના હતા. લગ્ન થાય તે પૂર્વે તેની હત્યા થતા પોલીસે તપાસ હાથ ધરી છે. દરમ્યાનમાં આ લખાઈ રહ્યુ છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ તેના ભાવિ પતીએ જ પાનેતરના રૂપિયા બાબતે ભાવિ પત્નીની હત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.