મેક્સિકોમાં સશસ્ત્ર હુમલાખોરો દ્વારા અંધાધૂંધ ગોળીબાર : બાળકો સહિત 10ના મોત
(એજન્સી) મેકિસકો તા.18:
મેક્સિકોમાં અજાણ્યા સશસ્ત્ર હુમલાખોરોએ સામાન્ય નાગરિકોને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો છે. હથિયારધારી બદમાશોએ માસૂમ બાળકો પર પણ દયા ન રાખી અને તેમના પર પણ તડાતડ ગોળીઓ વરસાવી દીધી હતી. આ ભયાનક ગોળીબારની ઘટનામાં બાળકો સહિત કુલ 10 નિર્દોષ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર, ભારે હથિયારોથી સજ્જ થઈને આવેલા આ હુમલાખોરોનો હેતુ માત્ર અને માત્ર આતંક મચાવવાનો હતો. તેમણે કોઈ પણ જાતના ડર વગર અચાનક જ અંધાધૂંધ ફાયરિગ શરૂ કરી દીધું હતું. ગોળીબાર શરૂ થતાં જ આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ ભાગવા લાગ્યા હતા. પરંતુ ક્રૂર હુમલાખોરોએ ત્યાં હાજર માસૂમ બાળકોને પણ નિશાન બનાવ્યા હતા.


