મંદિરોમાં વીઆઈપી દર્શનની પ્રથા ખોટી અને ભેદભાવ ભરી : મદ્રાસ હાઈકોર્ટ
નવી દિલ્હી તા.30 :
દેશના ખ્યાતનામ મંદિરોમાં વીઆઈપી-વીવીઆઈપી દર્શન માટે જે રીતે ભાવિકો પાસેથી પૈસા લઈને અથવા તો રાજકીય કે વહીવટી રીતે વગદારને છેક મંદિરના ગર્ભદ્વાર જયાં પહોંચવાનું સામાન્ય વ્યક્તિનો વિચાર જ કરી શકતો નથી તે પ્રકારે સતત વધી રહેલી પ્રણાલીમાં મંદિરમાં વીઆઈપી દર્શનથી તગડી કમાણી પણ થાય છે. પણ મદ્રાસ હાઈકોર્ટે વીઆઈપી દર્શન અને તેમાં પણ પેઈડ-દર્શનની પ્રણાલી ખોટી તથા ભેદભાવભરી ગણાવી તે યથાવત રાખવાથી તામિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી હતી. સરકારની દલીલ હતી કે, જો પેઈડ-વીઆઈપી દર્શન બંધ કરાશે તો મંદિરને જે આવક થાય છે તેમાં પણ નુકશાની જશે પણ હાઈકોર્ટે તે દલીલ ફગાવતા કહ્યું કે ચર્ચ અને મસ્જીદોમાં તો આવી પ્રણાલી હોતી જ નથી.


