લોકસભામાં વિપક્ષનો ભારે હોબાળો : વડાપ્રધાન વિરૂધ્ધ સુત્રોચ્ચાર : કાર્યવાહી સ્થગીત

લોકસભામાં વિપક્ષનો ભારે હોબાળો : વડાપ્રધાન વિરૂધ્ધ સુત્રોચ્ચાર : કાર્યવાહી સ્થગીત

(એજન્સી)     નવી દિલ્હી તા.૦૩
લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો, વડાપ્રધાન મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. વિપક્ષના હોબાળાને કારણે સ્પીકર બિરલાએ લોકસભા બપોરે ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી છે. ગૃહ ફક્ત ૮ મિનિટ માટે જ ચાલ્યું.
સંસદના બજેટ સત્રનો મંગળવારે પાંચમો દિવસ છે. આજે સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ચાલશે. આ પહેલા, સંસદ એનેક્સ બિલ્ડિંગમાં દ્ગડ્ઢછ સંસદીય પક્ષની બેઠક મળી હતી. લોકસભા અને રાજ્યસભા બંનેના સાંસદો બેઠકમાં પહોંચી ગયા છે.
સંસદમાં દ્ગડ્ઢછ સંસદીય પક્ષની બેઠકમાં, દ્ગડ્ઢછ સાંસદોએ ભારત-અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર ઁસ્ મોદીને અભિનંદન આપ્યા. તેમનું હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું.
 રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ભારે હોબાળો થયો હતો.
રાહુલે પૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેના અપ્રકાશિત પુસ્તકનો હવાલો આપતા કહ્યું છે કે ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૪ ચીની ટેન્ક લદ્દાખ બોર્ડર પાસે પહોંચી ગયા હતા. રાહુલના આવું કહેતા જ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પછી ગૃહ મંત્રી શાહે તેમને રોક્યા હતા.
ત્યારબાદ સ્પીકર ઓમ બિરલાએ નિયમોનો હવાલો આપતા તેમને રોક્યા હતા. રાહુલ ગાંધીને રાજનાથે ૧૧ વાર, શાહે ૭ વાર ટોક્યા હતા. આ ઉપરાંત કિરણ રિજિજુએ ૨ વાર અને અનુરાગ ઠાકુરે ૬ વાર રોક્યા હતા.