વીડી સતીશન કેરલમના નવા મુખ્યમંત્રી

વીડી સતીશન કેરલમના નવા મુખ્યમંત્રી

તીરૂવનંતપુરમ તા.14
કેરલમ વિધાનસભાના ચૂંટણી પરિણામ આવી ગયાના 10 દિવસ બાદ આખરે રાજયના મુખ્યમંત્રી કોણ બનશે? તેનું કોકડુ ઉકેલાઈ ગયું છે. કોંગ્રેસ હાઈ કમાન્ડે કેરલમના મુખ્યમંત્રી પદે વીડી સતીશનના નામ પર મંજુરીની મહોર મારી છે. વીડી સતીશન કેરલમની પરાવુર વિધાનસભા બેઠક પરથી 6 વાર ચૂંટણી જીતી ચુકયા છે. 2001 પછી એકપણ વાર હાર્યા નથી. તેઓ વ્યવસાયે વકીલ છે અને ચૂંટણી પહેલા તેમણે કેરલમમાં ઉત્તરથી દક્ષીણ સુધીની યાત્રા કરી લોકસમર્થન મેળવ્યું હતું.