વિસાવદરના ભૂતડી ગામે ધાર્મિક કાર્યક્રમના જમણવારમાં આયોજકોનાં ભેદભાવભર્યા વર્તન સામે પોલીસ ફરિયાદ

વિસાવદરના ભૂતડી ગામે ધાર્મિક કાર્યક્રમના જમણવારમાં આયોજકોનાં ભેદભાવભર્યા વર્તન સામે પોલીસ ફરિયાદ

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૯
વિસાવદરના ભૂતડી ગામમાં એક ધાર્મિક કાર્યક્રમના જમણવારમાં સમસ્ત ગામને જમવાનું આયોજન હતું. જેમાં પાંચ આયોજકો દ્વારા અનુસુચિત જાતિના લોકો માટે અલગ જમવાનું અને અલગ પાણીની વ્યવસ્થા હોવાનું કહીને અપમાનિત કરીને ભેદભાવભર્યું વર્તન કરતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. 
વિસાવદરના ભૂતડી ગામમાં આવેલ રામજી મંદિરે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સમસ્ત ગામને જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજકો બાબુભાઈ ઉકાભાઈ હપાણી, નરેન્દ્ર ભાણજી સિરોયા, રમણીક શામજી સોરઠીયા, અતુલ ભીખા સિરોયા અને ફૂલા પોપટ સિરોયાએ અહીંના અજયભાઈ ચતુરભાઈ બોરીચાના મહોલ્લામાં જઈને કહ્યું કે, તમારે જમવા આવવાનું છે પરંતુ તમારા થાળી-વાટકા સાથે લઈને આવજો અને ગામ લોકો જમી લે, પછી તમારે જમવાનું છે, તમારૂ જમવાનું અને પીવાના પાણીની વ્યવસ્થા અલગથી રાખેલ છે કહીને ભેદભાવભયું વર્તન કરીને જ્ઞાતિ પ્રત્યેઅપમાનિત કર્યાની ફરિયાદ થતાં પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.