હવે અદાલતી કાર્યવાહીમાં એઆઈનો ઉપયોગ, સુપ્રિમ કોર્ટે અદાલતોમાં આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સના ઉપયોગના નિયમોનો ડ્રાફટ તૈયાર કર્યો
(એજન્સી) નવી દિલ્હી,તા.17:
ચિપથી લઈને શીપ સુધી અને મોબાઈલથી લઈને મિસાઈલ સુધી એઆઈ ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. ત્યારે કોર્ટના કામકાજમાં પણ એઆઈની દસ્તક વાગી ગઈ છે. એઆઇના વધતા જતા વ્યાપને ધ્યાને રાખીને દેશની અદાલતોમાં આટિર્ફિશિયલ ઈન્ટેલિજન્સના નિયમન માટે એક ઐતિહાસિક કાયદાનું મૂળખું રેગ્યુલેશન ફોર યુઝ ઓફ આટિર્ફિશિયલ ઈન્ટેલિજન્સ ઇન કોર્ટ, 2026) તૈયાર કરાયું છે. જેનાથી ભવિષ્યમાં કાયદાની પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે. જો કે, જામીન જેવી અમુક બાબતો અને તેના વપરાશમાંથી એઆઈને બાકાત રાખવામાં આવ્યું છે. કાયદો અને ટેકનોલોજીના આ સુમેળથી ભારતીય ન્યાયતંત્રમાં પારદશિર્તા અને સચોટતાનો એક નવો સૂર્યોદય થવા જઈ રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા અદાલતોમાં આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ માટેના ડ્રાફટ નિયમો જાહેર કરી, જનતા પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે. આ માટે સુપ્રીમ કોર્ટની આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ કમિટીના નેજા હેઠળ ‘અદાલતોમાં આટિર્ફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગ માટેના નિયમો, 2026‘નો પ્રાથમિક ડ્રાફટ તૈયાર કરાયો છે. આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યાયિક સ્વતંત્રતા અને માનવીય ર્નિણય ક્ષમતાને સર્વોપરી રાખીને અદાલતી કામગીરીમાં એઆઈ ટેકનોલોજીનો સમાવેશ કરવાનો છે. આ ડ્રાફટ રેગ્યુલેશન્સમાં કેટલાક સિદ્ધાંતો નક્કી કરાયા છે.


