શ્રી દ્વારકા ગુગ્ગુલી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્ત દ્વારા આયોજિત સંસ્કૃત વર્ગના ભૂલકાઓએ ભવ્ય ૫૬ ભોગ મનોરથનું કરાયું સફળ આયોજન

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા, ત.૪
યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિર માં સેવા પૂજા અને યજમાનો સાથે સંકળાયેલા શ્રી દ્વારકા ગુગ્ગુલી બ્રાહ્મણ જ્ઞાતિ વ્યવસ્થાપક સમિતિ દ્વારા બાળકો તથા બાળાઓ માં સનાતન ધર્મ સંસ્કૃતિના જતન માટે શરૂ કરાયેલા સંસ્કૃત વર્ગ ના ભૂલકાઓ દ્વારા ભવ્ય ૫૬ ભોગ મનોરથ નું આયોજન બ્રહ્મપુરી ૨ માં કરવામાં આવ્યું.સંસ્કૃત વર્ગ આચાર્ય સન્નીભાઈ પુરોહિત (સન્નીગુરૂ) દ્વારા એવો વિચાર રજૂ કરવામાં આવ્યો કે તમામના ઘરેથી એક એક સામગ્રી તૈયાર કરી ઠાકોરજીને ૫૬ ભોગ ધરાવવામાં આવે જેને સમર્થન આપી વિદ્યાર્થીઓએ પોતાના ઘરે અલગ અલગ ૫૬ જાતના મિષ્ટાન, પકવાન તૈયાર કરાવ્યા. દ્વારકાધીશ જગત મંદિરમાં ગોવર્ધન પૂજાના સમયે પુષ્ટાવેલ તેમજ જ્ઞાતિ દ્વારા હરિદ્વાર ખાતેના મહા વિષ્ણુયાગ યજ્ઞમાં સહસ્ત્રાર્ચન પૂજન થયેલ હરમનભાઈ ભટ્ટના ઘરે બિરાજમાન ઠાકોરજી ના ચલિત સ્વરૂપ ને બ્રહ્મપુરી ૨ માં બિરાજમાન કરી ૫૬ ભોગ મનોરથ કરવામાં આવ્યો તમામ બાળકો તથા બાળાઓએ બ્રાહ્મણોના પરંપરાગત પોશાક પહેરી વૈષ્ણવ તિલક કરી આસન લગાવી સ્તોત્ર ઉચ્ચારણ કર્યા ત્યારબાદ ઠાકોરજીની મહા આરતી કરી જ્ઞાતિ પ્રમુખ યજ્ઞેશભાઇ ઉપાધ્યાય મંત્રી કપિલભાઈ વાયડા સહમંત્રી ચેતનભાઇ પુજારી કારોબારી સદસ્ય જીતેશભાઈ ઠાકર અમરીશભાઈ ઠાકર મધ્યસ્થ સભા સદસ્ય ભાર્ગવભાઈ ભટ્ટ નૈનેશભાઈ વાયડા વગેરે એ મુલાકાત લઈ બાળકોને શુભેચ્છાઓ પાઠવી. સન્નીભાઈ પુરોહિત,હિતાર્થભાઈ શાસ્ત્રી, અર્ચનાબેન ઠાકર, ધૃતિબેન પુરોહિત, નમ્રતાબેન ઠાકર વગેરે દ્વારા સહકાર આપવામાં આવ્યો. કાર્યક્રમ બાદ જ્ઞાતિ વ્યવસ્થાપક સમિતિ દ્વારા તમામ બાળકો બાળાઓ માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માં જ્ઞાતિ આચાર્ય સન્નીભાઈ પુરોહિત (સન્નીગુરૂ)નું મહત્વ પણ યોગદાન રહ્યું હતું.