સોમનાથ મંદિરના નિર્માણકર્તા મહારાણી અહલ્યાબાઈ હોલકરની આવતીકાલે જન્મજયંતિ
(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.30
સોમનાથ મંદિર 18મી સદીમાં જયારે જીર્ણ અવસ્થામા હતું જયારે તે તીર્થમાં શિવપૂજાને અખંડ રાખવા મહારાણી અહલ્યાબાઈએ પ્રભાસ તીર્થમાં સોમનાથ મંદિર નજદીક જ શિવ મંદિરનું નિર્માણ કરાવેલ હતું. મંદિર પરિસરમાં જ માતા પાર્વતી, ગણપતિ સહિત મંદિરો આવેલા છે.
જુના કાળમાં મંદિર બહાર બે બાજુ વિશાળ ખુલ્લા ભાગો હતા જેમાં બહારગામથી આવતા સાધુ, સંતો, ભિક્ષુઓ રાતવાસો કરતા એમ પણ કહેવાય છે કે સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના નવનિર્માણનો જે સંકલ્પ કર્યો તો તેની જાહેરસભા આ મંદિરની પાસે આવેલ વડના વૃક્ષ નીચે થઈ હતી. ભારત સરકારે અહલ્યાબાઈ હોલકરની સ્મૃતિમાં ટપાલ ટિકીટ પણ બહાર પાડેલ હતી. ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ ડિસ્કવરી ઓફ ઈન્ડિયા પુસ્તકમાં લખ્યું છે કે પુણ્ય શ્લોકો માતોશ્રી અહલ્યાબાઈએ ઈન્દોર માલવા વિસ્તાર ઉપર 30 વર્ષ શાસન કર્યું હતું. જેઓ એક દંતકથા સમાન છે. તેઓનું ખુબ જ અસરકારક કાયદો, વ્યવસ્થા, ન્યાયી શાસન કુશળ રાજકર્તા, ઉત્તમ વહિવટદાર હતા કે જેને આજે પણ લોકો યાદ કરે છે. મહાદેવના શિવલીંગની સ્થાપના કરી આ કાર્ય એ પણ પોતાના રાજયનો હિસ્સો ન હોવા છતાં એટલા માઈલો દુર રહી આ ધર્મ કાર્ય કરી મહારાણી અહલ્યાબાઈએ સોમનાથની પૂજાની પરંપરા જાળવી રાખી જે આજ પર્યત ચાલું રહી છે. આ મંદિરનું શિખર કમલાકાર છે અને સ્વયંભૂ જાતે પૂજા-પાઠ, શિવ જળાભિષેક કરી શકાય છે. મંદિર પરિસરમાં મહારાણી અહલ્યાબાઈ હોલકરની પ્રતિમા મુકવામાં આવી છે. જેનું મુખ સદાય શિવલીંગ દર્શન કરતું રહે છે. અહલ્યાબાઈ હોલકરનો જન્મ તા.31-5-1725, સ્વર્ગવાસ તા.13-8-1795 છે. એમ કહેવાય છે કે ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ તેના ડિસ્કવરી ઓફ ઈન્ડિયા પુસ્તકમાં લખ્યું છે કે મધ્ય યુગના ઈતિહાસમાં માતોશ્રી અહલ્યાબાઈ એક દંતકથા સમાન છે. તેઓ કુશળ શાસક, રાજયકર્તા, પ્રજાવત્સલ હતા.


