આજે સવારથી કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલેશન રૂા.રપ૦ કરોડની ૧૦૦ એકર જમીન ખુલ્લી કરાવાશે

આજે સવારથી કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલેશન રૂા.રપ૦ કરોડની ૧૦૦ એકર જમીન ખુલ્લી કરાવાશે

(બ્યુરો)                   ભુજ તા.૦૮
કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકના કંડલાના મીઠા પોર્ટ પર આજે વહેલી સવારથી મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઇ છે. ૨૦ ત્નઝ્રમ્ અને ૧૦૦ ટ્રેક્ટર સાથે ૫૦૦ પોલીસ કર્માચારીઓના ચુસ્ત બદોબસ્ત સાથે આ કાર્યવાહી થઇ રહી છે. સાંજ સુધીમાં ૨૫૦ કરોડની ૧૦૦ એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવશે.
દીનદયાળ પોર્ટ ઓથોરિટી (ડ્ઢઁછ) અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે સંયુક્ત રીતે આ કામગીરી વહેલી સવારથી શરૂ થઈ છે, જે સાંજ સુધી ચાલુ રહેશે. દબાણ દૂર કરવા માટે પૂર્વ કચ્છ જિલ્લામાંથી આશરે ૪૦ અધિકારીઓ અને ૫૦૦ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
આ મેગા ડિમોલિશન દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં આશરે ૪,૦૦૦થી ૫,૦૦૦ લોકોની 
વસ્તી હતી. આ દબાણવાળો વિસ્તાર શરીર સંબંધી, મિલકત સંબંધી ગુનાઓ અને જાણીતા પ્રોહીબિશન બુટલેગરો માટે કુખ્યાત હતો.ખાસ કરીને, આ વિસ્તારમાં પેટ્રોલિયમ એક્ટ અને 
ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સંબંધિત ગુનાઓનું પ્રમાણ વધુ જોવા મળતું હતું.