કર્ણાટકના વિજયપુરા જીલ્લામાં ચાર મહિનાની અંદર બીજી મોટી બેંક લુટ.

કર્ણાટકના વિજયપુરા જીલ્લામાં ચાર મહિનાની અંદર બીજી મોટી બેંક લુટ.
NEWS ARENA

કર્ણાટકના વિજયપુરામાં આવેલ SBI બેંકમાં અંદાજે 21 કરોડ ₹ ની લુંટની ઘટના સામે આવી છે. જેમાં મંગળવારે સાંજે હથિયારધારી લુટારાઓ  20 કિલો સોનું અને 1.04 કરોડ જેટલી રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસ અધીક્ષક લક્ષ્મણ બી. નિમ્બર્ગીના  જણાવ્યાનુંસાર 5 લુટારુઓ સેનાના ગણવેશ અને મોઢે માસ્ક બાંધીને આવેલા. જેમાંથી 2 લુટારુઓ બહાર ઉભેલા અને 3 અન્ય લુટારુઓએ બેંકમાં ઘૂસીને તમામ બેંક કર્મચારીઓને બંધક બનાવી તેમના હાથપગ બાંધી દઈને રોકડ તેમજ સોનું બેગમાં ભરીને, બેન્કને બહારથી તાળું મારીને નાસી છૂટ્યા હતા. લુંટની સ્પષ્ટ રોકડ રકમ અને સોનાની કિમત બેંક અધિકારીઓ દ્વારા તપાસ અને માહિતી મળ્યા બાદ જ ખબર પડશે.

 ઉલ્લેખનીય છે કે વિજયપુરા જીલ્લામાં ચાર મહિનાની અંદર આ બીજી મોટી બેંક લુટ છે. આ અગાઉ વિજયપુરા જિલ્લાના માંગુલી ગામની કેનરા બેન્ક ને પણ લુટારુઓએ નિશાન બનાવી 53 કરોડ ₹ નું સોનું અને 5.20 લાખ ₹ની રોકડ લઈને નાસી છૂટ્યા હતા. જેમાં ૧૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી.