ગાંધીનગરના બહિયલ ગામમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈને વિવાદ અને કોમી હિંસા.
જય મહાદેવ અને આઇ લવ મહોંમદ જેવી સોશિયલ મીડિયા પોસ્ટને લઈને થયેલા વિવાદને કારણે થયેલી માથાકૂટને પગલે ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે ગરબી પર પથ્થરમારો કરીને એક દુકાનને નિશાન બનાવી તોડફોટ કરીને તેમાં આગ લગાવવામાં આવેલી તેમજ 8 થી 10 જેટલા વાહનોને આગ પણ ચાપી હતી. પરિસ્થિતિને શાંત કરવા ગયેલી પોલીસ પર હુમલો કરીને પોલીસના 2 વાહનોને પણ નુકસાન પહોચાડ્યું હતું. પોલીસે આ ઘટનામાં અત્યાર સુધીમાં 50 જેટલા લોકોની ઓળખ કરીને અટકાયત કરી છે તેમજ વધુ તપાસ આગળ વધારી છે.


