ગુજરાત યુનિવર્સિટીમાં સાપ્તાહિક સ્વચ્છતા અભિયાન દરમિયાન જ દારૂબંધીના નિયમોની પોલ ખુલી.
ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલ સ્વચ્છતા અભિયાનમાં મંત્રી ઋષિકેશ પટેલને સફાઈ દરમિયાન યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની ખાલી બોટલ મળી આવતા તેઓ ચોકી ઉઠયા હતા. મંત્રીજીએ બોટલને છુપાવીને કુલપતિને આપી હતી અને કુલપતિએ બોટલ કચરાપેટીમાં નાખી દીધેલી જોકે આ આખી ઘટના વિડીયો કેમેરામાં કેદ થઇ ગયેલી. ઉલ્લેખનીય છે કે ઋષિકેશ પટેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિતે યોજાયેલા સ્વચ્છતાં અભિયાનમાં હાજરી આપવા અને વિદ્યાર્થીઓની સાથે સંવાદ કરવા માટે ગયેલા.


